હિંદુ શાસ્ત્રોમાં અધિક માસને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યો છે. માટે જ આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અહીં પુરુષોત્તમ એટલે ભગવાન વિષ્ણુનો માસ એવો અર્થ છે. શાસ્ત્રો મુજબ અધિકમાસમાં વ્રત પારાયણ કરવું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને તિર્થ સ્થાનમાં દર્શન કરવા ખૂબ પુણ્યપ્રદ છે. જોકે આ મહિના દરમિયાન યજ્ઞોપવિત, લગ્ન, રાજ્યભિષેક ઉપરાંત કોઈ કાર્યસિદ્ધી માટે કરવામાં આવતા કર્મકાંડ કે પૂજા કરવી વર્જ્ય છે. આ વર્ષે ૧૮ જુલાઈથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થશે.
પુરુષોત્તમ માસનો પ્રારંભ ૧૮જુલાઈ ને મંગળવાર થી થશે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ ૧૬ઓગસ્ટને બુધવારે થશે. છેલ્લે પુરુષોત્તમ માસ ૨૦૨૦માં ભાદ્રપદ માસ તરીકે આવેલ ૩૬ મહિના પછી શ્રાવણ મહિનો પુરુષોત્તમ માસ આવ્યો હતો ત્યારે આ વર્ષે વેદાંત રત્ન જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને પુરુષોત્તમ માસ પહેલા આવતા તહેવારો આશરે ૧૦ થી ૧૨ દિવસ વહેલા આવે છે અને પુરુષોત્તમ માસ બાદ આવતા તહેવારો આશરે ૧૦ થી ૧૨ દિવસ સરેરાશ મોડા આવે છે આ વર્ષે અષાઢી બીજ જયા પાર્વતી મોરાકત ગુરુપૂર્ણિમા અને દિવાસો થોડા વહેલા આવશે જ્યારે રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચોથ નવરાત્રી અને દિપાવલી સરેરાશ ૧૦ થી ૧૨ દિવસ મોડા આવશે.
પુરુષોત્તમ માસમા આવતા ખાસ દિવસોની યાદી
૧.વ્યતિપાત યોગનો દિવસ ૨૦ જુલાઈ ગુરૂવાર દાન પુણ્ય માટે ઉત્તમ દિવસ
૨. કમલા એકાદશી ૨૯ જુલાઈ શનિવાર
૩. પૂનમ ..૧ ઓગસ્ટ મંગળવાર
૪. વદ પક્ષની કમલા એકાદશી ૧૨ ઓગસ્ટ શનિવાર
૫. વ્યતિપાત યોગ દાન પુણ્ય પૂજાપાઠ માટે ઉત્તમ દિવસ ૧૪ ઓગસ્ટ સોમવારે સાંજના ૪.૪૦ થી ૧૫ ઓગસ્ટ મંગળવારે સાંજના ૫.૩૨ સુધી
૬. પુરુષોત્તમ માસની સમાપ્તિ અમાસ ૧૬ ઓગસ્ટ બુધવારે સૌથી શ્રેષ્ઠ દિવસ બુધવારે અમાસ અને પુરુષોત્તમ માસની