થેલેસેમિયા દર્દીઓને રકત પુરૂ પાડવાના ઉદેશયથી અવિરત યોજાઇ રહ્યો છે રકતદાન કેમ્પ: રકતદાનઓને માસ્કનું વિતરણ
પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોક ડાઉનની હાલ પરિસ્થિતીમાં થેલેસેમીયા, ડાયાલીસીસ અને ગાયનેકના દર્દીઓની લોહીની જરૂરીયાત પૂરી પાડવા માટે લોકડાઉનના નિયમોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને વિવિધ વિસ્તારોમાં નાના નાના ગ્રુપમાં ‘રકતદાન કેમ્પ ’અવિરત આયોજન કરવામાં આવી રહ્યું છે.
પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં ‘૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ.’ સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ.
સર્વે રકતદાનાઓને પ્રોત્સાહિત ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સિલ્વર એસોશીએસનના અનિલભાઇ તળાવિયા, શાસક પક્ષના નેતા દલસુખધમઇ જાગાણી, કોર્પોરેટર પરેશભાઇ પીળપીયા, પ્રભારી અશોકભાઇ લુગારીયા, ઘનશ્યામભાઇ કુગશીયા, દુષ્યંતભાઇ સંપટ, મુકેશભાઇ ધનસોતા, પિન્ટુભાઇ રાઠોઠ, પ્રવિણભાઇ પાંભર, ઘનશ્યામભાઇ વોરા, એસ.આર.પટેલ, યુવા ભાજપના પરેશભાઇ (પી.પી.), હિરેનભાઇ રાવલ, ડો. ભાનુભાઇ મેતા, દિપપ્રાગટય દ્વારા રણછોડનગર સોસા.ના પ્રમુખ અમૃતભાઇ લુણાગરીયાએ કરેલ.
કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા રણછોડનગર સોસાયટી ગ્રુપના અનિલભાઇ તળાવિયા, અશોકભાઇ લુણગારીયા, દિલીપભાઇ લુણાગરીયા, રમેશભાઇ અકબરી, અલ્પેશભાઇ લુણાગરીયા, શૈલેષભાઇ લુણારીયા, નિતિનભાઇ મોલીયા, યુગભાઇ આર્યા, વિપુલભાઇ લોટા, દેવરાજભાઇ લુણાગરીયા, હરેશભાઇ પરમાર, જીણાભાઇ ચૌહાણ, માધવ મહેતા, પરેશભાઇ સોલંકી, યોગેશભાઇ જોગી તથા આશીષભાઇ ગોસાઇએ જહેમત ઉઠાવેલ.
આર્યનગર ખાતેથી ૩૧ બોટલ, પાડાશણ ગામ (ત્રબા) ખાતેથી ૪૮ બોટલ, નારાયણ પેડક રોડ ખાતેથી ૪૪ બોટલ, ન્યુ શકિત સોસાયટી ખાતેથી ૨૮ બોટલ, આર.એમ.સી. હુડકો કવાટસ્ર, આશાપુરા સ્કૂલ ખાતેથી ૩૮ બોટલ રકત એકત્ર થયેલ. કાલે હનુમાન મિત્ર મંડળના સહયોગથી સાંજે પથી ૭:૩૦ દરમ્યાન ફિલ્ડ માર્શલ વાડી, મોરબી રોડ ખાતે કેમ્પનું આયોજન કરાયુ છે. વધુ વિગત માટે (મો.નં.૯૮૨૪૨ ૯૧૬૯૬)પર સંપર્ક કરવો.