કેસર કેરીના પિયર ગીરમાં અમેરિકાના ફ્લોરિડાની જાંબલી કલરની કેરીનું ઉત્પાદન
ડાયાબિટીસના દર્દીઓ પણ જાંબલી કેરી ખાઇ શકતા હોવાથી માંગ સાથે માન પણ વધ્યું માળીયા તાલુકાના જાલંધર ગામે દિનેશભાઇ ગડેચાની વાડીએ જાંબલી કેરી ઉગી
પરદેશીઓનું પ્રતિક્રમણ અને વસવાટ માત્ર માનવ સમાજમાં જ આકાર લેતું નથી વનસ્પતિ વિશ્વમાં પણ દુનિયાના એક છેડેથી બીજા છેડા સુધી વનસ્પતિનું આવાગમન થતું હોય છે. ત્યારે કેસર કેરીનું પિયર ગણાતા ગીરમાં આવી જ રીતે અમેરિકાના ફ્લોરિડામાં થતી જાંબલી કલર અને ખાટી અને મધ્યમ મીઠી કેરીનો આંબો અનાયાસે આવી તો ગયો પણ ઊજરી પણ જતાં કેસર કેરીના ગઢમાં બે વર્ષથી અમેરિકાની આ જામલી કેરીનું નાના પાયે ઉત્પાદન શરૂ થતાં આશ્ચર્ય અને અનાયાસે આવી ગયેલો આ અમેરિકન આંબો ઓછા સકરા વાડી તાસીર ધરાવતો હોવાથી આ કેરી ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે તેવી હોવાથી તેની માંગ અને માંન વધ્યું છે.
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં બાગાયતી ખેતી અને કેસર કેરીના ઉત્પાદનમાં દાયકાઓથી દબદબો યથાવત છે સામાન્ય રીતે કેરી લીલી, પીળી, લાલ, કેસરી રંગની હોય છે તમે ક્યાંય જાંબલી રંગની કેરી સાંભળી છે ? તમે ના જ કહેશો…. પરંતુ આ હકીકત માળીયા તાલુકાના જાલંધર ગામે સીમમાં આવેલી દિનેશભાઈ ગંડેચાની વાડીમાં બે વર્ષ પહેલા કેસર કેરીના મંગાવેલા આંબાની કલમોમાં અનાયાસે એક અન્ય જાતનો આંબો આવી ગયો હતો, અને કેસર કેરીના આંબા સાથે તેનું વાવેતર થયા બાદ બે વર્ષના આંબાના વૃક્ષ પર સૌને આશ્ચર્ય થાય તે રીતે જાંબલી કલરની કેરી આવી.
ખેડૂત દિનેશભાઈ ગંડેચાએ આ નવી જાતની કેરી અંગે જાણકારી મેળવત આ પ્રજાતિનો આંબો અમેરિકાના ફ્લોરિડામાં થાય છે, અને એકિટન્સ ટોમી
નામની આ કેરી જાંબલી કલરની અને તેમાં ૭૫ ટકા જેટલી માત્રામાં ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી અમેરિકામાં આ કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લોકપ્રિય છે, તેવું જાણવા મળ્યું હતું. બે વર્ષથી દિનેશભાઈ ગંડેચાના આંબામાં ૨૫ કિલો જેટલી કેરી ઉતરે છે, પ્રથમ વર્ષે દિનેશભાઇએ દેખાવમાં જામલી અંદરથી કેસરના બદલે આછી પીળી અને ઓછી મીઠી અને પ્રમાણમાં ખાટી એવી આ કેરી વહેંચવાના બદલે પોતાના સગા-સંબંધીઓને ભેટમાં આપી દીધી હતી. અને આ વખતે પણ આ કેરી આવી છે ત્યારે હવે દિનેશભાઈ આ કેરીનું વેચાણ નહિ કરવાનું નક્કી કર્યું છે,
નોંધનીય બાબત એ પણ છે કે, વિશેષ પ્રકારની આ કેરીની જાતના ઉજરી ગયેલા આંબામાંથી અન્ય ખેડૂત મિત્રો એ પણ કલમ કરીને પોતાના ખેતરમાં વાવેતર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દિનેશભાઈની વાળીમાં જેવી રીતે આંબો ઉછર્યો છે તેવી રીતે અન્ય ખેડૂતને ત્યાં આંબા ઊછર્યા નથી.
અમેરિકાના ફ્લોરિડામાં થતી આ એકિટન્સ ટોમીની આ પ્રજાતિનો એકમાત્ર આંબો ગુજરાતમાં ક્યાંય નહિ અને સમગ્ર ગીર પંથકમાં એક માંત્ર જલંધરમાં છેે. એવો પણ વટ થી દિનેશભાઈ ગંડેચા દાવો કરી રહ્યાા છે.