ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018 થી 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલ કરવામાં આવી છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના તમામ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી. આ તાલીમથી કિશોરીઓને સરકારની પૂર્ણા યોજના વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વેરાવળ ઘટક-1/2 નાં તમામ-13 સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી. જેમાં વિવિધ તજજ્ઞો, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવીકા તેમજ અન્ય વિભાગોમાંથી ઉપસ્થિત રહેલા અધિકારીઓ દ્વારા પૂર્ણા સખી સહસખી મોડ્યુલ અંગેની જાણકારી તેમજ સખી-સહસખીના માપદંડો, ભૂમિકા વગેરે જેવા મોડ્યુલમાં સમાવેશ તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં અંદાજીત 324 સખી/સહસખીને તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર તાલીમનું આયોજન વેરાવળ ઘટક-1/2 નાં બાળ વિકાસ યોજના અધિકારી મંજૂલા મકવાણા તેમજ બંને ઘટકના મુખ્ય સેવિકાઓ દ્વારા એકબીજાના સંકલનમાં રહી પ્રોગ્રામ ઓફિસર હિરાબહેન રાજશાખાનાં યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાનાં પૂર્ણા કન્સલ્ટન્ટ જિ.પં ગીર સોમનાથની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
અહેવાલ: અતુલ કોટેચા