જ્ઞાતાધર્મ કથા સુત્રની વિમોચનવિધિ; ભવ્ય શોભાયાત્રા બાદ દેશ-વિદેશના હજારો ભાવિકોએ જય નાદે દીક્ષાર્થીને વધાવ્યા
ઈન્દ્રપ્રસ્થનગર અને વૈશાલીનગર જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં મુમુક્ષુ મોનાલીબેન સંઘવીની શોભાયાત્રા રમીલાબેન હરકીશનદાસ બેનાણીના નિવાસેથી ડુંગર દરબારમાં (પ્રમુખ સ્વામી સભાગૃહ) પહોંચ્યા બાદ પૂ.સુશાંત મુનિ મ.સા., પૂ.નમ્રમુનિ મ.સા. આદિ તથા મહાસતીજી વૃંદની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના હજારો ભાવિકોના જય નાદે દીક્ષાર્થીને સહુએ વધાવ્યા હતા. જ્ઞાતાધર્મ કથા સૂત્રની વિમોચન વિધિ પ્રશ્નપત્ર સહિત મળશે.
જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં મુમુક્ષુ મોનાલીબેન સંઘવીની શોભાયાત્રા આદિનાથ નગરીમાં પૂર્ણ થયા બાદ વર્ષીદાનની મહત્તા સમજાવ્યા બાદ શ્રાવક આવશ્યક સૂત્ર-અંગ્રેજી પુસ્તકની અર્પણવિધિ પારૂલબેન ઉર્વિશભાઈ વોરાના હસ્તે અને જીવદયા કળશનો લાભ જીતુભાઈ ઘેલાણી (અમેરીકા)એ લીધેલ.
બપોરે સાંજી અને કવલવિધિમાં સેંકડો બહેનો જોડાયા હતા. સુશોભન સ્પર્ધાના વિજેતાઓને સુશીલાબેન ઈન્દુભાઈ બદાણી તરફથી ઈનામ એનાયત કરાયા હતા. સાતાકારી પાટ વિતરણનો ૨૭ ભાવિકોએ લાભ લીધેલ.સંયમ એટલે સ્વભાવનું પરિવર્તન અને સંયમીના સહાયક બનવા જ્ઞાન અને વૈયાવચ્ચના માર્ગે આગળ વધવા પુરુષાર્થ કરો. આજે જીતુભાઈ બેનાણીના નિવાસેથી શોભાયાત્રા અને ડુંગર દરબાર, પ્રમુખ સ્વામી સભાગૃ
હમાં ૯-૩૧ થી દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો.કાલે ગોપાલ ચોક ખાતે શિવાલીક બિલ્ડીંગ સામે, વસંતબેન પ્રવિણચંદ્ર પારેખ ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. પૂ.નમ્રમુનિજીએ શાસનના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરેલ.