રાજકોટમાં અક્રમ વિજ્ઞાની પૂ. શ્રી દાદાભગવાનની ૧૧૦મી જન્મ જયંતી ઉજવણી મહોત્સવની તડામાર તૈયારી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મહોત્સવનું આયોજના આશરે ૧૨.૫૦ લાખ ચોરસફૂટ વિસ્તારમાં દાદા નગર ઉભું થઈ રહ્યું છે.જેમાં જુદા જુદા થીમ પાર્ક જેવા કે , બન્યું તે જ ન્યાય , મોતની ગુફા , વગેરેના વિશાળ ડોમ બનાવેલા છે.જેમાં આશરે 500 વ્યક્તિ એક સાથે આ શો માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ થીમ પાર્કમાં બાળકો, યુવાનો તથા વડીલો દરેકને કઈક ને કઈક અનેરો સંદેશો મળે તેમજ દરેકના જીવન વ્યવહારમાં આવતા સુખ દુઃખ પ્રસંગોમાં કેવી રીતે ઉકેલ લાવી સકાય તેના બધાજ કોયડાઓ દાદા શ્રીની દ્રષ્ટીકોણથી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આ ભવ્ય મહોત્સવમાં આવનારા અનુયાયીઓ અને મુમુક્ષો ભાઈઓ તથા બહેનો માટે સ્થળ ઉપર જ ૭૨૦૦ ઉતારાઓની તમામ સગવડતો સાથેના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.આશરે ૧૫૦૦૦ થી  ૨૦૦૦૦વ્યક્તિઓ એકીસાથે ભોજન લઇ શકે તેવી રસોડાની તથા ભોજનશાળાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.આટલી વિશાળ સંખ્યામાં આવનારા લોકોની આરોગ્યની જાળવણી માટે તમામ સાડાબાર લાખ ચો.ફુટ ના ગ્રાઉન્ડને ડબલ પ્લાસ્ટિક તથા એન્ડોનેટના આવરણથી ઢાંકેલ હોય ધૂળ તથા અન્ય પ્રદુષણ મુકત વાતાવરણ થાય તેવું ભવ્ય આયોજન કરેલ છે.

દાદાશ્રીની વાણીના છપાયેલા પુસ્તકો, સી.ડી.,વી.સી.ડી  માટે વિશાળ બુકસ્ટોલ ઉભો કરવામાં આવેલ છે.બધા આયોજના મુજબની વ્યવસ્થા ઉભી કરવામાં આશરે ૩૦૦૦ જેટલા સ્વયં સેવકોની ટીમ ખડેપગે છેલ્લા એક મહિનાથી રાત દિવસ  જુદાજુદા 46 પ્રકારના વિભાગો ને વિભાજીત કરી દરેક કામગીરીઓ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે.

તા ૧ નવેમ્બરના રોજ સાંજે 5-૩૦ કલાકે આ મહોત્સવનુય ભવ્ય ઉદ્ઘાટન પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત આત્મજ્ઞાની પૂ. દીપકભાઈના શુભ હસ્તે થશે. આ અવસરે રાજકોટ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્રના ભાવિકોને પધારવા દાદા ભગવાન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.