ધીરગુરૂદેવની વોચઆઉટ વર્કઆઉટ અને વોશ આઉટથી ચાતુર્માસને સફળ બનાવવાની શીખ
વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શાનદાર ચાતુર્માસ પ્રવેશ સમારોહ પ્રસંગે વિશાળ ધર્મસભાને સંબોધતા પૂ. ધીરગુરૂદેવે જણાવેલ કે પૂણ્ય સુતરના તાર જેવા છે, પાપ લોખંડના તાર જેવા છે. જીવનમાં પાપ લાચારી, લાલચ કે લોભના કારણે થાય છે. આત્મજાગૃતિ માટે વોચ આઉટ-આત્મ પરિણામ તરફ ધ્યાન, વર્કઆઉટ, જે કાર્ય કરવું તેમાં સચ્ચાઈ રાખવી, વોશ આઉટ રોજ મનને સાફ કરવું.
સમારોહ મધ્યે જૈન તત્વ પૃચ્છા-પુસ્તકની વિમોચનવિધિનો અમીશા નીરજ વોરાએ લાભ લીધેલ. મણિલાલ ગાલા, બાદલ પંડયા મિડ ડે તંત્રી , અંગ્રેજી અનુવાદક દીપા પોટનીસ, બીના મણિયાર વગેરેએ અર્પણવિધિ કરેલ.
જયારે અજયભાઈ અને બીનાબેન શેઠ શાસનપ્રગતિ ગૌરવગાથા વિશેષાંકનું વિમોચન, હંસાબેન શાપરીયા, જયશ્રી શાહ, ડો. સંજય શાહ, ડો. સેજલ શાહ વગેરેના હસ્તે કરાયેલ.
ચંદ્રવદનભાઈ દેસાઈ, અતુલભાઈ દોશી એ નવનિર્મિત કમાણી જૈન ભવનમાં આગામી ચાતુર્માસની વિનંતી કરતા પૂ. ગુરૂદેવે 2024ના ચાતુમાસની સ્વીકૃતિ પ્રદાન કરતા જયજયકાર છવાયો હતો.
આ પ્રસંગે કલકતા, ઈન્દૌર, પૂના, રાજકોટ, અમદાવાદ, આણંદ, નડીયાદ, જશાપર, લીમડી, સુરત, બરોડા, વગેરે ગામના તેમજ મુંબઈનાં વિવિધ સંઘોની હાજરીમાં જીવદયાકળશનો હસુમતીબેન પોપટલાલ ધોળકીયા પરિવારે અને ચાતુર્માસ જ્ઞાનસાર પોથીનો ચડાવો ભાનુમતી હકમીચંદ દોશીએ લાભ લીધેલ.બકરીઈદ નિમિતે જયોત્સના ચંદ્રવદન દેસાઈ, પ્રાણલાલ છગનલાલ ગોડા વગેરેએ 400 જીવોની મુકિતો લાભ લીધેલ.સંપૂર્ણ ચાતુર્માસ અનુમોદનાનો લાભ હંસાબેન ગુણવંતભાઈ ભાયાણી અને સંઘની આધાર સ્તંભ યોજના શ્રેણી રૂ.1 લાખમાં અનેક ભાવિકો જોડાયા હતા. અજયભાઈ શેઠએ જીવનના સ્વરૂપને જાણવા અને ધર્મના સ્વરૂપને સમજના ચાતુર્માસીય પ્રવચનનો લાભ લેવા અનુરોધ કરેલ.