સ્માર્ટફોન આજના સમયની કાયમી જરુરીયાત બની ચુક્યા છે એક દિવસ પણ લોકો ફોન વગર રહી શકતા નથી. અને જો તમે પણ નવા સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય અને તે પણ ૨૦,૦૦૦ના બજેટની અંદર તો અમે લાવી રહ્યા છીએ સ્માર્ટફોનની માહિતી જે તમને ખરીદી પહેલા ઉપયોગી બનશે.

– મોટો જી5એસ પ્લસ : આ ફોન ઓગષ્ટમાં લોન્ચ થયો છે. જેની કિંમત રુ.૧૫,૯૯૯ રાખવામાં આવી છે. જેમાં ૫.૫ ઇંચની સ્ક્રિન ઓક્ટા કોર પ્રોસેસર 4 GBરેમ પ્લસ 32 GBસ્ટોરેજ, 13મેગાપિક્સલ બેક અને 8ફ્રન્ટ કેમેરા, તો ૩૦૦૦ એમએએચની બેટરી છે.

– નોકિયા 6

– ભારતમાં નોકીયા બ્રાન્ડે કમબેક કર્યુ છે. ૧૪,૯૯૯ની કિંમતમાં નોકીયા ૬ લોન્ચ કર્યો છે જેમાં ૫.૫ ઇંચની એલસીડી ડિસ્પ્લે ઓક્ટા કોર-૪૩૦ પ્રોસેસર 4 GB, રેમ64 GBસ્ટોરેજ જેને 128 GBસુધી એક્સટેન્ટ કરી શકાશે તો ૧૬ રીયર અને ૮ ફ્રન્ટ કેમેરો ૩૦૦૦ એમએએચની બેટરી સાથે આપવામાં આવશે.

– Xiomi mi A1

જીઓમીએ ગુગલ એન્ડ્રોઇડ સાથે એમઆઇ એવન ૧૩,૯૯૯ની કિંમતમાં લોન્ચ કર્યો છે. જેમાં ૫.૫ ઇંચની ડિસ્પ્લે ૬૨૫ પ્રોસેસર ઓક્ટા-કોર છે 64 GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે પિક્સલ વાઇડ એન્ગલ અને ૧૨ ટેલેફોટો લેન્સ તો 5 MPફ્રન્ટ કેમેરા છે. તો ફોનની બેટરી ૩૦૮૦ એમએએચની છે.

– લેનોવો K8 પ્લસ

૧૦,૯૯૯ની કિંમતમાં આ એક સારો વિકલ્પ છે. સ્માર્ટ ફોનમાં ૫.૨ ઇંચની ડિસ્પ્લે 13 MP + 5 રિયર કેમેરા અને 13 MPફ્રન્ટ કેમેરા છે તો આ ફોનની બેટરી 4000એમઅએચની છે.

– હોનર 7 X

હોનર 7X ચીનની કંપનીનો સ્માર્ટફોન છે જેની કિંમત ૧૨,૯૯૯ રાખવામાં આવી છે. જેમાં ૫.૯ ઇંચની ડિસ્પ્લે ૬૫૯ ઓક્ટા કોર પ્રોસેસર, 4 GB રેમ, 64 GB ઇન્બીલ્ટ 16 MP T2રીયર તો 8 MPફ્રન્ટ કેમેરા મળશે તો તેની બેટરી 3340એમએએચની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.