ઓર્ગેનિક ખેતીને બુસ્ટર ડોઝ આપવા ખેડુતો સજજ
પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવાઓ આવ્યા પહેલા આપણે ઓર્ગેનિક ખેતી જ કરતા હતા અને છાણીયા ખાતરથી પાક અને ઉપજ પણ સારી મળતી ત્યારે અંગ્રેજોને કારણે આપણે ફેકટરીમાં બનતા ખાતરો, જંતુનાશક દવાઓ, યુરીયા અને ફોસ્ફેટનો ઉપયોગ કરતા થયા ત્યારે હવે તેની સ્વાસ્થ્ય ઉપરની અસરો વિશેની જાણ થતા જ આપણે ફરી ઓર્ગેનિક તરફ વળ્યા છે.
અત્યારે લોકો શુઘ્ધ ખોરાક, હવા અને ઔષધીઓ ગોતે છે. જેની પરંપરાને આપણે વર્ષો પહેલા ગળાટુંપો આપી ચુકયા છીએ ત્યારે હવે સરકારે પેસ્ટીસાઈડ રહિત પાક ઉપર ટેકાના ભાવ ૨૦ ટકા વધુ આપવાનો નિર્ણય લીધો છે. દવાઓ અને ત્યારે કેમિકલને કારણે કેટલીક બિમારીઓ અને જોખમો સર્જાય છે ત્યારે હવે ફરી આપણે ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છીએ.
કારણકે ઓર્ગેનિક ખેતી સામાન્ય ખેતી કરતા વધુ શ્રમ, ધીરજ અને સમય માંગી લે છે અને વર્તમાન સમયમાં ઓર્ગેનિક વસ્તુઓની લોકો માંગ કરી રહ્યા છે. જોકે આ ખેતીમાં ટેકનોલોજીનો સહારો લઈ શકાય તેમ છે જે ખેડુતો માટે સોનેરી તક બનશે. નોર્થ ઈસ્ટમાં સિકકમ સહિતના ૧૦ રાજયોએ ઓર્ગેનિક ખેતીને લગતી વૃદ્ધિ માટેની સલાહ આપી હતી જેથી દેશભરમાં ૨૩ લાખ હેકટર સુધીમાં ઓર્ગેનિક ખેતી શકય બનશે.