લગ્નસરાની સીઝન ચાલુ છે ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડુતો હેરાન પરેશાન
લાભપાંચમથી આઠ લાખ મેટ્રીકટન ટેકાના ભાવની મગફળીની ખરીદીના લક્ષ્યાંક સાથે શરુ થયેલી મગફળી ખરીદીનો લક્ષ્યાંક પુરો થઇ જતા સરકારે ખેડુતોને કોઇપણ માહીતી કે વિગત આપ્યા વગર આજ રાત્રે ૧ર વાગ્યાથી ખરીદી બંધ કરવાનો આદેશ આપતા હવે ટેકાની ખરીદી બંધ થઇ કરવાનો આદેશ આપતા હવે ટેકાની ખરીદી બંધ થઇ જશે. આ આદેશના પગલે ખરીદી કેન્દ્રો હરકતમાં આવી ગયા છે. કારણ કે અનેક ખેડુતોને માલ સાથે આવવાનું કહેવામાં આવ્યું હતું એ બધાને હવે ફોનથી કે અન્ય રીતે ટેકાના ભાવે મગફળી નહી ખરીદવામાં આવે એવા મેસેજ મોકલવામાં આવ્યા હતા.
ટેકાના ભાવથી વેચાણ કરવા ઇચ્છુક ખેડુતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ખેડુતોને બજારમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચવાની નોબત આવી છે જો કે વધુ ખરીદી કરવા મંડળી તથા ખેડુત આગેવાનોએ રજુઆત કરી રહ્યા છે.
ગત સાલ કરતા ચાલુ વર્ષે મગફળીની ખુબજ વધારે પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેને લઇને ખેડુતોને સારા ભાવ મળે એ માટે સરકારે લાભપાંચમ બાદ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કર્યો હતો. આ માટે ગુજકોમા સોળ, સાબર ડેરી બનાસ ડેરી અને સહકારી સંસ્થા દ્વારા ખરીદી ચાલુ કરી હતી. અત્યાર સુધીમાં ૧ કરોડ ૪૨ લાખ ગુણીની મગફળી ખરીદાય છે. જયારે સરકારે ખરીદી ધીમી કરી હતી ત્યારબાદ એવી સુચના અપાઇ હતી કે માર્ચ સુધી સુધી ખરીદી કરવાની છે. પણ ૮ લાખ મેટ્રીક ટનની જ ખરીદી કરવાની છે. અને માર્ચ પહેલા પુરી થાય એ રીતે ખરીદી કરવાની સુચના આપવામાં આવી હતી.
ખેડુતોને એમ હતું કે, માર્ચ મહિના સુધી હજુ ખરીદી ચાલુ જ રહેશે પણ આ ટાર્ગેટ બે મહિના પહેલા પુરો થઇ જતા કોઇ વિગત આપ્યા વગર સરકારે ખરીદી બંધ કરી દેતા ખેડુતોની હાલત કફોડી બની ગઇ છે. આજરોજથી ખરીદી કેન્દ્ર પર ખરીદી બંધ કરતા ઘણા સવાલો સામે આવ્યા છે. જે ખેડુતોએ અગાઉથી મગફળી વેચાણ માટે સાતબારના દાખલાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા આવ્યા હતા જેમનો વારો હજુસુધી આવ્યો નથી એમના માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહી સાથે ઘણા ખેડુતો મુઝવણમાં મુકયા છે. આ સ્ટોક થયેલી મગફળી બજારમાં ઓછા ભાવે વેચવી અથવા તો માલનો સ્ટોક કરી રાખવો.