રાજયના અલગ અલગ 425 કેન્દ્રો પરથી ટેકાભાવે ખરીદી કરવામાં આવશે
રાજય સરકાર દ્વારા આગામી 10મી માર્ચથી અલગ અલગ 425 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ચણા, તુવેર અને રાયડાના પાકની ખરીદી કરવામાં આવશે. તેવી ઘોષણા રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ કિવન્ટલ રૂ. 6600 નિયત કર્યા છે જેના વેંચાણ માટે અત્યાર સુધીમાં 5550 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 135 સેન્ટરો પરથી તુવેરની ખરીદી કરવામાં આવશે. જયારે ચણાના ટેકાનો ભાવ રૂ. 5335 પ્રતિ કિવન્ટલ નકકી કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા માટે 2,20,175 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા 187 સેન્ટરો પરથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. જયારે રાયડાના પાકના ટેકાનો ભાવ પ્રતિ કિવન્ટલ રૂ. 5450 નિયત કરવામાં આવ્યા છે. જેના માટે 140160 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અલગ અલગ 103 સેન્ટરો પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડુતોને પોતાની જણસીના પોષણશ્રમ ભાવ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આગામી 1 એપ્રીલથી પણ વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે હાલ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે.