પુષ્ય નક્ષત્રમાં લોકોએ સોનાની ઘણીખરી ખરીદી કરી હોવાનું સામે આવ્યું હતું. સત્ય હકિકત એ છે કે પુષ્ય નક્ષત્રમાં ગત વર્ષની સરખામણીમાં સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે જે ગત વર્ષના પ્રમાણમાં ૩૦ ટકા ઘટયું હોવાનું પણ સામે આવ્યું છે. એક તરફ સોનાનો ભાવ ૫૪ હજારને પાર પહોંચ્યો છે ત્યારે આગામી ધનતેરસમાં બજારનું માનવું છે કે, સોનાની ખરીદીમાં ફુલગુલાબી તેજી જોવા મળશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં ૨૦૦ કિલો જેટલું સોનું અમદાવાદ શહેરમાં વેચાયું છે ત્યારે સમગ્ર ભારતમાં ૪૫૦ કિલો સોનું વેચાયું હોવાનો આંકડો સામે આવ્યો છે. જવેલર્સનું માનવું છે કે ધનતેરસ નિમિતે સોનાની માંગમાં અનેકગણો વધારો જોવા મળશે.

કોવિડની સ્થિતિને ધ્યાને લઈ ચાલુ વર્ષમાં ૬૦ ટકાનું વેચાણ સોનામાં થયું હોવાનું સામે આવ્યું છે જેમાંથી અમદાવાદ દ્વારા એકલા હાથે ૪૫૦ કિલો સોનાની ખરીદી કરી છે. જવેલર્સ એસોસીએશન અમદાવાદનાં પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, ગત ૭ માસમાં ૭૦ ટકાથી વધુ સોનાનું વેચાણ થયું છે પરંતુ જો આ આંકડાને ગત વર્ષ સાથે સરખાવવામાં આવે તો તે માત્ર ચાલુ વર્ષમાં ૫૦ થી ૬૦ ટકા જ જોવા મળ્યું છે પરંતુ કોવિડની સ્થિતિમાં જે વેચાણ જોવા મળ્યું છે તેનાથી જવેલર્સને આશાવાદ જાગ્યો છે. સોનાના તજજ્ઞોનું માનવું છે કે ચાલુ વર્ષમાં સોનામાં રોકાણ વધતા સોનાના વેચાણમાં પણ અનેકઅંશે વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસના ગાળામાં સોનાના ભાવમાં ૨ હજારનો વધારો થતા ૧૦ ગ્રામે સોનું ૫૪,૦૦૦ને પાર પહોંચ્યું છે. સાથો સાથ ચાંદીમાં પણ ગત થોડા દિવસોમાં ૪ હજાર રૂપિયા વધતા પ્રતિ કિલો ચાંદી ૬૬ હજારે વહેંચાવવામાં આવી રહ્યું છે. રાજકોટના ગોલ્ડ ડિલર એસોસીએશનનાં પ્રમુખ ભાયાભાઈના જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્રમાં સોનાના વેચાણમાં વધારો નોંધાયો છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં વેચાણમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે સુરતના ડાયમંડ એસોસીએશનનું માનવું છે કે હાલની પ્રર્વતીત સ્થિતિમાં સોનાનું જે વેચાણ જોવા મળ્યું છે તે અપેક્ષા આ સમયમાં સહેજ પણ જોવામાં આવી નથી ત્યારે ધનતેરસ સુધીમાં લોકો સોનાની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.