હાઇ હીલ્સ પહેરીને દરેક યુવતી સ્ટાઈલીશ દેખાવા માંગે છે. જરૂરી છે કે, તમે વ્યવસ્થિત ફુટવેર સિલેક્ટ કરો. જો કે તમારી આ સ્ટાઇલ તમારી હેલ્થ પર પણ ખરાબ પ્રભાવ પાડી શકે છે. હાઇ હીલ્સ લુકમાં ખુબ જ સુંદર લાગે છે પણ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો તમારે પણ જાણી લેવાની જરૂર છે. તો આવો જાણીએ…
- 35 વર્ષ ઉપરની મહિલાઓએ અઢી ઇંચથી વધારે ઊંચી હીલ્સ ન પહેરવી જોઈએ. કારણકે ઉંમર દરમિયાન શરીરનું બેલેન્સ અલગ હોય છે અને હાઇ હીલ્સ પહેરવાથી કમરનો અને ઘૂંટણનો દુખાવો થઇ શકે છે.
- દરરોજ અને લાંબા સમય સુધી હીલ્સ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તેથી હીલ્સની સાથે સાથે ફ્લેટ્સ પણ પહેરવાનો આગ્રહ રાખો.
- એક જ હીલ્સ દરરોજ પહેરવાનાં બદલે તમે 4-5 હીલ્સ દરરોજ બદલીને પહેરો, જેનાથી તમારા પગને નવો લુક મળશે અને તેની સાથે પગને આરામ પણ મળશે.
- હાઇ હીલ્સ ખરીદતા સમયે હીલની પહોળાઈનું ખાસ ધ્યાન રાખો. કારણકે ઓછી પહોળાઇવાળી હીલ્સમાં ઘણો જ દુખાવો થાય છે.
- તેથી હંમેશા એવી હીલ્સ કેરી કરો જે આગળથી ખૂલ્લી હોય. તેનાથી અંગૂઠો વળશે નહીં અને દર્દ પણ નહીં થાય.
- હાઇ હીલ્સ પહેરતી વખતે સ્ટોકિંગ્સ જરૂર પહેરો. તેનાથી કમ્ફર્ટ લેવલ વધે છે. તે દુખાવાને ઘણી હદ સુધી ઓછો કરી દે છે અને તમને ચાલવામાં પણ એકસમ સરળતા અનુભવાય છે.
- હીલ્સ ખરીદવા માટે બપોર અથવા સાંજનો સમય બેસ્ટ છે. આનાથી દિવસે તમારાં પગમાં આવેલા સોજાની જાણ થઇ જશે.
- ઓફિસમાં હાઇ હીલ્સ અવોઈડ જ કરો. તેમ છતાં પણ જો તમે હીલ્સ પહેરો છો અને બેસીને કામ કરી રહ્યા છો તો તમે થોડીવાર માટે હીલ્સને કાઢી દો અને પગને આરામ આપો.