• સાંજે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આતશબાજીનું ઉદ્ઘાટન પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ આજે બુધવારે શુભ દિવસે સાંજે 07:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્ય “આતશબાજી” યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

આ “આતશબાજી” કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા, તડામાર તૈયારીના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આ કામની સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખીને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમ્યાન ડાયસ કાર્યક્રમ, મંડપ, સાઉન્ડ, બેરીકેટીંગ વી.વી.આઈ.પી/વી.આઈ.પી. તથા જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા બંદોબસ્ત, એન્ટ્રી ગેઇટ, ફાયર ફાઈટર, મેડીકલ ટીમ તથા અન્ય આનુસાંગિક વ્યવસ્થા અંગે રીવ્યુ કરવામાં આવ્યું અને અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી.

આ સ્થળ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, સમીર ધડુક, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, સિટી એન્જી. અતુલ રાવલ, બી.ડી. જીવાણી, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ડો. હિરપરા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, રેસકોર્ષ સંકુલના ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીનિયર અમિત શાહ, મેનેજર કે.બી.ઉનાવા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, આસી.એન્જીનિયર મહેશ પ્રજાપતિ, ડી.બી.ગજેરા, વર્ક આસી. મયુર પડધરીયા, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર ચાંચીયાભાઈ તથા અન્ય સ્ટાફ તથા સુરક્ષા વિભાગના પી.એસ.આઈ.ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ હાજર રહેલ હતા.

આ “આતશબાજી” કાર્યક્રમમાં વી.વી.આઈ.પી./વી.આઈ.પી.આમંત્રિતો મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્તાથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે. જ્યારે કોર્પોરેટર તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહુમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે.

જાહેર જનતાને 1) બહુમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી 2) શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ એન્ટ્રી ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.