‘ડાર્કહોર્સ’ ઓસ્ટ્રેલિયા સટ્ટા બજાર ની બાજી પલટાવશે ?
ઓસ્ટ્રેલિયા હોટફેવરિટ ૭૫ પૈસા ભાવ ખૂલ્યો
ટોસ ઉછળતા સટ્ટા બજારમાં ઉથલપાથલ જામશે
અબતક, નવીદિલ્હી
આવતીકાલે રમાનારી ટી-૨૦ વિશ્વ કપનો ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવા જઈ રહ્યો છે ત્યારે સતત આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા ડાર્ક હોર્સ તરીકે જ સામે આવ્યું છે ત્યારે આવતીકાલે રમાનારી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ફરી ડાર્કહોર્સ સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને તેને લઇ સટ્ટા બજાર ની બાજી પણ પલટાશે તેવી સ્થિતિનું નિર્માણ થાય શકે છે. બીજી તરફ બીજા સેમિફાઈનલ મેચમાં જે રીતે પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયાએ માત આપી છે તેને જોતા પંટરો પણ મૂંઝવણમાં મુકાયા છે. એટલું જ નહીં તો સફળતાની સાથે ફરી ચર્ચા બજારમાં ઉથલપાથલ જોવા મળશે ત્યારે હાલ જો સટ્ટા બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા હોટફેવરિટ માનવામાં આવી રહ્યું છે અને તેનો ભાવ ૭૫ પૈસા ખુલ્યો છે.
આવતીકાલના ફાઇનલ મેચ માં એક તરફ ન્યૂઝીલેન્ડની ટીમ કેજે ને ધ્યાને લઇ રમે છે તો સામે ઓસ્ટ્રેલિયા આત્મઘાતી પણ સાબિત થઈ શકે છે. સામે ઓસ્ટ્રેલિયા હોટફેવરિટ હોવાનું બીજું મુખ્ય કારણ એ પણ છે કે ટીમ અત્યાર સુધીમાં ટી-20 વિશ્વકપ એક પણ વખત જીતી શકી નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર એ પણ જણાવતા કહ્યું હતું કે ટ્વેન્ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને માત આપવી સૌથી મોટી વાત છે. અને ન્યૂઝીલેન્ડ ટીમ ટી-૨૦ મેચો મા પોતાનું અને રૂ પ્રભુત્વ ધરાવે છે ત્યારે તેમની સ્ટેટેજી પૂર્વક ની રમત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને ફાઇનલ મેચ જીતવા માટે ઉપયોગી સાબીત થશે બન્ને ટીમોમાં ઘણાખરા એવા મેચ વિના ખેલાડીઓ છે કે જે પોતાની ટીમ તરફથી મેચ લાવી શકે છે.
ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન હોય પોતાનું કરમ દેખાતા પડશે અને પોતાની કૌશલ્ય હતા મુજબ ની રમત રમવી પડશે જો ઓસ્ટ્રેલિયા આ કાર્ય કરવામાં સફળ થશે તો તેઓ ફાઇનલ મેચ જીતી શકે તેમ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ ટી-૨૦ વિશ્વકપ વિજેતા બનવા માટે સજ્જ છે જેનું મુખ્ય કારણ એ છે કે પ્રથમ સેમિફાઇનલ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ ટીમ ને ઘણો સમય મળ્યો છે જ્યાં તેવો વિપક્ષી ટીમ અંગેનું એનાલિસિસ કરી શકશે અને દરેક ખેલાડી વિરૂદ્ધની રણનીતિ બનાવી શકશે.