બિશનોઈ-શામીની બોલિંગે મુંબઈને 132 રનમાં જ બાંધી દેતાં રોહિત શર્માની ફિફટી એળે ગઈ!! 

ચેન્નાઈમાં શુક્રવારે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલ 2021ની 17મી મેચ રમાઈ હતી. જેમાં મુંબઈને હરાવી પંજાબે મેચને જીતી લીધી હતી. મેચમાં પંજાબ કિગ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ ઈનીંગ ખરાબ રમત સાથે શરુ થઈ હતી. રોહિત શર્માએ ફીફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે ટીમ મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જવાબમાં રાહુલની ફીફટી સાથે 17.4 ઓવરમાં લક્ષ્ય પાર કરી લીધુ હતુ.ટીમ પંજાબે 132 રનના લક્ષ્યનો પીછો કરવાની શરુઆત કરતા કેએલ રાહુલે ફીફટી ફટકારી હતી. કેએલ રાહુલે 52 બોલમાં 60 રન કર્યા હતા. ઈનીંગ દરમ્યાન 3 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. મયંક અગ્રવાલે 20 બોલમાં 25 રન કરીને વિકેટ ગુમાવી હતી. ક્રિસ ગેઈલ અને રાહુલે રમતને આગળ રમતા વિજય લક્ષ્ય બંનેએ વિકેટ ગુમાવ્યા વિના જ હાંસલ કર્યુ હતુ. ગેઇલે 2 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 43 રન ફટકાર્યા હતા. પંજાબે આસાનીથી વિજયી લક્ષ્યને એક જ વિકેટ ગુમાવીને હાંસલ કર્યુ હતુ.

ટીમ મુંબઈના બોલરોએ સંઘર્ષ કરવા છતાં પણ વિકેટ મળી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે 2.4 ઓવર કરીને 30 રન આપી એક વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 3 ઓવર કરીને 31 રન ગુમાવ્યા હતા. જસપ્રિત બુમરાહ 3 ઓવરમાં 21 રન આપ્યા હતા. રાહુલ ચાહરે 19 રન 4 ઓવરમાં આપ્યા હતા. જયંત યાદવે 20 રન ચાર ઓવર કરીને આપ્યા હતા.મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ફીફટી કરી હતી. તેણે 51 બોલમાં 63 રન કર્યા હતા, ઈનીંગ દરમ્યાન 2 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. ટોસ હારીને બેટીંગ માટે મેદાને ઉતરેલી મુંબઈની ટીમની શરુઆત નબળી રહી હતી. ક્વિન્ટન ડીકોક 3 રન કરીને જ દિપક હુડ્ડાનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. આમ મુંબઈએ ટીમના 7 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 26 રનના સ્કોર પર ઈશાન કિશનના રુપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશને 17 બોલ રમીને માત્ર 6 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 27 બોલમાં 33 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ એક અને કૃણાલ પંડયા ત્રણ રન કરીને આઉટ થયા હતા. કિરોન પોલાર્ડે 16 રન અણનમ કર્યા હતા.

ટોસ જીતીને બોલીંગ પસંદ કરનાર પંજાબની ટીમ મુંબઈને રનના મામલામાં નિયંત્રણ રાખવા સાથે શરુઆતમાં બે વિકેટ પણ ઝડપથી મેળવવામાં સફળ રહ્યુ હતુ. જોકે બાદમાં વિકેટ લેવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી, તેણે 21 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 3 ઓવર કરીને 28 રન આપી એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 3 ઓવર કરી 15 રન આપી એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.