બીબીસીએ કરાવેલા ઈતિહાસકારોનાં સર્વેમાં પંજાબના પૂર્વ શાસક પ્રથમ સ્થાને
પંજાબ કેસરી મહારાજા રણજીતસિંહ વિશ્ર્વના સૌથી મહાન નેતા તરીકે જાહેર થયા છે.
બીબીસીએ તાજેતરમાં ઈતિહાસકારો સહિતના વાચકોનો સર્વે મતદાન કરાવ્યો હતો જેમાં ૫ હજારથી વધુ વાચકોએ ભાગલીધો હતો. આ મતદાનમાં ૩૮ ટકા મત સાથે પંજાબ કેસરી મહારાજા રણજીતસિંહ વિશ્ર્વના સૌથી મહાન નેતા જાહેર થયા હતા.જયારે આફ્રિકન સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળ ચલાવનારા એર્મિકર કેબલ ૨૫ ટકા મત સાથે બીજા સ્થાને રહ્યા હતા જયારે યુધ્ધ સમયના વડાપ્રધાન વિસ્ટન ચર્ચીલ ૭ ટકા મત મેળવી ત્રીજા સ્થાને રહ્યા હતા તો ચોથા સ્થાને અમેરિકન પ્રમુખ અબ્રાહ્મલિંકન અને મહાન મહિલા નેતા બ્રિટનના રાણી એલિઝાબેથ પાંચમા સ્થાને રહ્યા હતા.
મેથ્યુ લોકવુડ, માર્ગોરેટ મેકમિલન, ગુસ કેસલી, હેફોર્ડ વગેરે સહિત વિશ્ર્વભરના ઈતિહાસકારો પાસેથી નામો મંગાવવામાં આવ્યા હતા. પોતાને મળેલી સતાનો માનવજાતના કલ્યાણમાં ઉપયોગ કરવા અંગે વિશ્ર્વભરમાંથી નેતાઓનાં નામ મંગાવ્યા હતા. જેના આધારે આ તારણ જાહેર થયું હતુ યુ.કે. અમેરિકાથી એશિયા, આફ્રિકાના મોગલ શાસક,ફ્રાંસના લશ્કરી નેતા જોન ઓફ આર્ક, રશિયન શાસક કેથરીન ધ ગ્રેટ સહિતના વિશ્ર્વભરના મહત્વના ૨૦ ઈતિહાસકારોએ પંજાબ કેસરી મહારાજા રણજીતસિંહને મહાન ગણાવ્યા હતા.રણજીતસિંહ બહુ જાણીતા નહતા પરંતુ ૨૧મી સદીમાં તેમની નેતાગીરીની ગુણવતા બીજાને પ્રેરણારૂપ હોવાથી તેમની આ પસંદગી થઈ છે તેમ ઈતિહાસકારોનાં સામાયીક ‘બીબીસી વર્લ્ડ હિસ્ટ્રી’ના તંત્રી મેટ એલ્ટને જણાવ્યું હતુ. હાલના સમયમાં સમગ્ર વિશ્ર્વનું રાજકારણ તણાવભરી સ્થિતિમાં પસાર થઈ રહ્યું છે.ત્યારે સહનશકિત, આઝાદી, અને સહકાર મુદે મહારાજાનું શાસન તેમની મહાનતા દર્શાવે છે.