બીએસઇ પર લિસ્ટેડ પ્રીતિકા ઑટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મોહાલી સ્થિત ઓટોમોટિવ અને ટ્રેક્ટર ભાગોના અગ્રણી ઉત્પાદક કંપનીએ હોશિયારપુર જિલ્લા ના ગામ સિમ્બલી, હોશિયારપુર રોડ પર ફગવાડા ખાતે તેમના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
આ પ્લાન્ટ માસિક 1,000 મેટ્રિક ટન મશીનરી કાસ્ટિંગ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે અને તે ટ્રેક્ટર અને ઓટોમોટિવ ઉદ્યોગની જરૂરિયાતો પૂરી પાડશે. ભાવિ વિસ્તરણ ને ધ્યાનમાં રાખતા, આ ફાઉન્ડ્રી 4.8 એકર જમીનમાં ફેલાયેલી છે. પ્લાન્ટ પર કુલ રોકાણ આશરે રૂ. 20 કરોડ નું છે અને તેમાં 300 થી વધુ લોકોની નોકરી કરવાની સંભાવના છે. “પ્રીતિકા એન્જીનિયરિંગ કોમ્પોનન્ટ્સ પ્રા.લિ.” ના નામ પર લિસ્ટેડ કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ની રચના કરવામાં આવી છે જેની હેઠળ આ પ્લાન્ટ, જમીન અને અસ્કયામતો રાખવામાં આવ્યા છે.
પંજાબના ઉદ્યોગ મંત્રી, શ્રી સુંદર શામ અરોરાએ “પ્રીતિકા એન્જીનિયરિંગ કોમ્પોનન્ટ્સ પ્રા.લિ. લિમિટેડ” નામ ના આ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ હોશિયારપુર જિલ્લા ના ફગવાડા હોશિયારપુર રોડ પર સિમ્બલી ગામ માં સ્થિત છે. એસ.એચ. અરોરાએ અહિંયા એક વૃક્ષનું વાવેતર પણ કર્યું.
તેમણે પ્રીતિકા ગ્રૂપ ના ચેરમેન શ્રી આર. એસ. નિબ્બર ને અભિનંદન આપ્યા. અને જણાવ્યું હતું કે નવી સુવિધા હોશિયારપુર જિલ્લાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. ચબ્બેવાલ ના સ્થાનિક ધારાસભ્ય ડૉ. રાજ કુમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જીએનએ એક્સેલ્સ ના મેનેજિંગ ડિરેક્ટર – શ્રી રણબીર સિંહ, મોહાલી ના પૂર્વ મેયર – શ્રી હરિન્દર પાલ સિંહ બિલ્લા, સીઆઈઆઈ (પંજાબ પરિષદ) ના ભૂતપૂર્વ અધ્યક્ષ – શ્રી ગુરમીત સિંહ ભાટિયા, એમઆઈએ ના ભૂતપૂર્વ પ્રમુખ – શ્રી બલબીર સિંહ જેવા જાણીતા વ્યક્તિત્વમાં આ પ્રસંગે હાજર હતા.
પ્રીતિકા ઑટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના શ્રી આર.એસ. નિબ્બર દ્વારા કરવામાં આવી હતી અને તે નાના ફોર્જિંગ નું ઉત્પાદન કરતી કંપની હતી. છેલ્લા ચાર દાયકાથી અને શ્રી નિબ્બર ની સ્વપ્નશીલ નેતૃત્વ હેઠળ કંપનીએ પોતાના માટે બ્રાન્ડ ઉભું કર્યું છે. ગુણવત્તા આધારિત સંસ્થા “પ્રિતિકા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ” આધુનિક સુવિધાઓથી વિશ્વ-કક્ષા ના ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપની સતત ઉત્પાદકતામાં સુધારો કરી રહી છે, સાધન સામગ્રી નો મહત્તમ ઉપયોગ અને ગુણવત્તા માં વધારો કરી રહી છે. કંપની નું લક્ષ્ય છે સતત સ્પર્ધાત્મક ભાવે ગ્રાહકની ગુણવત્ત જરૂરિયાતને પુરી પાડે.
વર્ષોથી, કંપની તેના પોર્ટફોલિયોને વૈવિધ્યીકૃત કરી રહી છે અને એક્સેલ હાઉસિંગ, વ્હીલ હાઉસિંગ, હાઇડ્રોલિક લિફ્ટ હાઉસિંગ, એન્ડ કવર, પ્લેટ ડિફરેન્શિઅલ કેરીયર, સિલિન્ડર બ્લોક્સ, ક્રેન્ક કેસ જેવા વિશાળ શ્રેણીના કોમ્પોનેન્ટ નું ઉત્પાદન કરે છે. ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગના ટ્રેક્ટર સેગમેન્ટમાં કંપની સૌથી મોટો કમ્પોનન્ટ સપ્લાયર છે અને ઓઇએમ (ઓરીજીનલ એકવીપમેન્ટ મેનુફેક્ચરર – અસલ સાધન ઉત્પાદક) જેવી કંપનીઓને તે પૂરી પાડે છે, જેમ કે
• એમ એન્ડ એમ
• સ્વરાજ
• ટીએફઈએલ
• ટીએએફઈ
• એસ્કોર્ટ્સ
• એસએમએલ ઇસુઝુ
• સોનાલિકા
• આઇશર
• અશોક લેલેન્ડ
• ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર્સ ઇન્ડિયા લિમિટેડ … વિગેરે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com