૧૦ એક્ટિવા, ૫ હોન્ડા સીડી ડ્રીમ, ૧ હોન્ડા સાઇન, સ્પેરપાર્ટસ અને વીમા પોલીસીની રકમની ઉચાપત કર્યાનો રાજકોટના શખ્સ સામે નોંધાતો ગુનો
ઉપલેટાના પાજરા પોળ રોડ પર આવેલા પંજાબ હોન્ડામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજકોટના શખ્સે રૂા.૧૦.૧૭ લાખની કિંમતના બાઇક, સ્પેર પાર્ટ અને વીમા પોલીસીની રકમ અંગત ઉપયોગમાં વાપરી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા સુભાષનગર પાસે ધ્રુવનગરમાં રહેતા અને પંજાબ હોન્ડામાં નેટવર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા નિકુંજભાઇ પ્રભુદાસભાઇ વઢવાણાએ કિશાનપરા ચોક નજીક આરએમસી કર્મચારી સોસાયટીમાં રહેતા વિરેન જગદીશ ચંદારાણાએ ઉપલેટા પંજાબ હોન્ડાના શો રૂમમાંથી રૂા.૧૦.૧૭ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંઘાવી છે.
વિરેશ ચંદારાણા તા.૧-૧-૧૭થી ઉપલેટા પાંજરાપોળ રોડ પર આવેલા પંજાબ હોન્ડામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
શો રૂમના સ્ટોક અને વીમા પોલીસી તેમજ સ્પેર પાર્ટની રોકડ રકમ સહિતના હિસાબ સહિતની તમામ જવાબદારી તેઓની હોય છે.
ઉપલેટા ખાતેના પંજાબ હોન્ડા શો રૂમના સ્ટોક અંગે કંપની દ્વારા તા.૧૩ જુલાઇએ વિઝીટ હોવાની જાણ થતાં તે તા.૧૨ જુલાઇથી શો રૂમ ખાતે ગેર હાજર રહી મોબાઇલ નો રિપ્લાય થતાં સોનલબેને સ્ટોક ગણતરી કરતા દસ એક્ટિવા, એક હોન્ડા સાઇન, પાંચ હોન્ડા સીડી ડ્રીમ, વીમા પોલીસી અને સ્પેર પાર્ટની રોકડ રકમ મળી રૂા.૧૦.૧૭ લાખનો સ્ટોક મેળ ન થયા અંગેનો વોટસએપ મેસેજ કરતા તેઓએ વિરેન ચંદારાણા સામે ઠગાઇ અને વિશ્ર્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.
વિરેન ચંદારાણા રાજકોટના પંજાબ હોન્ડા શો રૂમમાં એકાદ વર્ષ પહેલાં ફરજ બજાવતો હતો ત્યાર તેને નોકરી છોડી અમદાવાદ જતો રહ્યા હતો. પંજાબ હોન્ડાના ઉપલેટા ખાતે શો રૂમ શરૂ કરવામાં આવતા તેને ફરી નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.ઉપલેટા પોલીસે નિકુંજભાઈ પ્રભુદાસ સોનીની ફરીયાદ પરથી વિરેન ચંદારાણા સામે છેતરપીંડીઅંગેનો ગુન્હો નોંધી પીએસઆઈ લગારીયાએ તપાસ હાથ ધરી છે.