અબતક, અતુલ કોટેચા
વેરાવળ
વેરાવળના પોશ વિસ્તાર એવા પ્રકાશ કોમ્પલેકસમાં આવેોલ ગજાનંદ કોમ્પલેકસની સામે ખુલ્લા ગ્રાઉન્ડના ખુણામાં રહેલ વિજ વિભાગના સબ સ્ટેશનની જાળીની અંદર મધરાત્રીએ કોઇ અજાણી મહીલા નવજાત બાળકીને મુકી ગયેલ હતું.જેને કૂતરાઓએ વિખોડીયા ભર્યા હોવાથી પ્રથમ સરકારી ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડવામાં આવી હતી. જયાં સમયસર પૂરતી સારવાર મળતા નવજાત બાળકી બચી ગઇ હતી.
જો કે આ નવજાત બાળકીને જાહેરમાં મુકી જનાર જનેતા ઉપર શહેરીજનો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. તો આ મામલે પોલીસે ગુનો નોંધી નવજાત બાળકીની માતાને શોધવા તપાસ હાથ ધરી છે.એક યુવતિ સબ સ્ટેશન નજીકથી પસાર થતા બાળકીના રૂદનનો અવાજ સાંભળતા તે આસપાસ જોવા લાગતા નવજાત બાળકી પર તેણીનું ઘ્યાન પડતા તેની જાળીમાંથી બહાર કાઢી હતી. ત્યારે બાળકીના શરીર પર કૂતરાએ નખ ભરાવી વીખોડીયા ભરાવેલ હોય તેવા ઇજાના નિશાનો જોવા મળતા તુરંત જ સીવીલ હોસ્પિટલએ લઇ ગઇ હતી.
આ અંગે જાણ કરતા પોલીસ સ્ટાફ પણ સીવીલ પહોંચી ગયો હતો. જયાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ જરુરીયાત હોવાથી ખાનગી બિરલા હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી. જયાં ડો. દીલીપ ચોચાએ ત્વરીત સારવાર આપતા બાળકી હેમખેમ બચી જવાની સાથે હાલ ભયભુકત હોવાનું જાણવા મળેલ છે.આ મામલે પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ ૩૧૭ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
નવજાત માસુમ બાળકીની ત્યજી દીધી હોવાની વાત શહેરભરમાં પ્રસરતા ક્રુર જનેતા પર શહેરીજનો ફીટકારની લાગણી વરસાવી રહ્યા હતા. આ અંગે સીટી પીઆઇ ડી.ડી. પરમારએ જણાવેલ કે, મળી આવેલ નવજાત બાળકીનો ગતરાત્રીના જ જન્મ થયો છે અને તે પણ મહીલાના ઘરે જ ડીલીવરી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ રહેલ છે.