મરાઠી સમાજનું કલેકટરને આવેદન

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરાઠી સમાજના યુવા આગેવાન પ્રભાકર પાટીલને ઢોર માર મારી મોત નિપજાવનાર ખુનીઓને કડકમાં કડક સજા આપવા મરાઠી સમાજ દ્વારા આજરોજ કલેકટર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાઈરલ થયેલો વિડીયો જોતા દર્દીને ડોકટરો તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફે ખુબ જ ડરાવેલ. તેમજ ખુબ જ માનસિક રીતે હેરાન કરેલ અને ત્રાસદાયક પીડા આપવામાં આવેલ છે તેમજ દર્દીની છાતી ઉપર બેસી હાજર સ્ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવેલ. આ ઉપરથી સાબિત થાય છે કે ડોકટરો, નર્સો તબીબી સ્ટાફ તેમજ સિકયુરીટીએ પ્રભાકર પાટીલનું મોત નિપજાવ્યું છે. તેમજ ભારત દેશના બંધારણના આર્ટીકલ્સ મુજબ કોઈપણ માનવીને જીવન જીવવાનો હકક, સમાનતાનો હકક, સ્વતંત્રતાનો હકક મળેલા છે. હાલની કોરોના મહામારીને લઈને મૃતકના નામ અને મોત થવાનું કારણ જાહેર કરતા નથી તેનો લાભ લઈ મરાઠી સમાજના યુવા આગેવાન પ્રભાકરભાઈ પાટીલને માનસિક અસ્થિર સાબિત કરીને મોતને ઘાટ ઉતર્યા છે અને નિર્દોષ પાટીલના ખુનીઓએ છુટવા માટે આ તરકીબ અજમાવી છે. ખરેખર પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી અને તેઓ કારખાનામાં મંજુરી કામ કરી ઘરસંસાર ચલાવતા હતા તેઓને ૯ વર્ષનો પુત્ર અને ૭ વર્ષની પુત્રી છે. આથી માનસિક અસ્થિર હોવાનું કારણ રદ કરી ખુનીઓને સજા કરવા મરાઠી સમાજે આવેદન આપી માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.