આઈપીએલ-૧૦ ની ૩૯ મી મેચમાં પુણે અને ગુજરાત લાયન્સની ટીમ સામ-સામે હતી. આ મેચમાં પુણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત લાયન્સે ૬ વિકેટ ગુમાવી ૧૯.૫ ઓવરમાં ૧૬૧ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને પુણેને ૧૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટ મેળવવા ઉતરેલી પુણેની ટીમે બેન સ્ટોક્સની શાનદાર સદીના આધારે ૧૯.૫ ઓવરમાં ૫ વિકેટે મેચ જીતી લીધી હતી.
ગુજરાત લાયન્સે ઓપનર બેટ્સમેન ઇશાન કિશાને ૨૪ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા. તેમને ઇમરાન તાહિરે ઇશાન કિશાનને વોશિંગ્ટનના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. સુરેશ રૈના ૮ રન બનાવી રન આઉટ થઈ ગયા હતા. ઇમરાન તાહિરે ફિન્ચને પોતાની જ બોલ ૧૩ રન પર કેચ આઉટ કર્યા હતા. ડ્વેન સ્મિથને પણ તાહિરે ક્લીન બોલ્ડ કરી દીધા હતા. બ્રેન્ડન મેક્કુલમે ૨૭ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા. તેમને શાર્દુલ ઠાકુરે રહાણે હાથે કેચ આઉટ કરાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ક્રિસ્ટીયને ૧૯ રન પર કેચ આઉટ કરાવ્યા હતા. જેમ ફોકનર ૬ રન બનાવી જયદેવ ઉનડકટના શિકાર બન્યા હતા. ત્યાર બાદ ૧૪૮ ના કુલ સ્કોર પર આઠમી વિકેટના રૂપમાં સાંગવાન એક રન બનાવી ઉનડકટની બોલ પર કેચ આઉટ થઈ ગયા હતા. જયારે ૧૬૧ ના સ્કોર પર અંતિમ ઓવરની છેલ્લી બે બોલમાં સતત બે વિકેટ પડી હતી.
દિનેશ કાર્તિક ૨૯ રન બનાવી રન આઉટ થઈ ગયા જયારે અંકિત સોનીને ઉનડકટે બોલ્ડ આઉટ કર્યા હતા. તેની સાથે જ ગુજરાત લાયન્સે ૨૦ ઓવરમાં ઓલ આઉટ થયા પહેલા ૧૬૧ રન બનાવી લીધા હતા. પુણે તરફથી ઉનડકટ અને ઇમરાન તાહિરે ૩-૩ વિકેટ લીધી જયારે શાર્દુલ ઠાકુર અને ડેનિયલ ક્રિસ્ટીયને ૧-૧ વિકેટ લીધી હતી.
જવાબમાં ટાર્ગેટ મેળવવા ઉતરેલી પુણે ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પ્રદીપ સાંગવાન દ્વ્રારા કરવામાં આવેલી ઇનિંગ પ્રથમ જ ઓવરમાં પુણેને અજિંક્ય રહાણે અને કેપ્ટન સ્ટીવન સ્મિથની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ બીજી ઓવરમાં બાસિલ થંપીએ મનોજ તિવારીને એલબીડબલ્યુ આઉટ કરી દીધા હતા. પુણેએ ૧૦ રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જયારે ૪૨ રન પર રાહુલ ત્રિપાઠી રન આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ આઈપીએલ-૨૦૧૭ ના સૌથી મોંઘા ખેલાડી બેન સ્ટોક્સ અને ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ ટીમને સંભાળી હતી. બંને બેટ્સમેનોની વચ્ચે પાંચમી વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી થઈ હતી.
આ દરમિયાન સ્ટોક્સે ૩૮ બોલમાં આ સીઝનની પોતાની બીજી અડધી સદી પણ પૂરી કરી લીધી હતી. ત્યાર બાદ ધોની ૨૬ રન બનાવી થંપીની બોલ પર મેક્કુલમને કેચ આપી બેઠા હતા પરંતુ તો પણ સ્ટોક્સની ધમાલ ચાલુ રહી હતી. બેન સ્ટોક્સે ૬૧ બોલમાં પોતાની સદી પૂરી કરી અને અણનમ ૧૦૩ રનની ઇનિંગ રમી હતી. અંતિમ બે બોલ પર પુણેને ૨ રનની જરૂરત હતી પરંતુ પાંચમી બોલ પર ક્રિસ્ટીયને સિક્સર લગાવી પુણેને જીત અપાવી દીધી હતી.