શાળાનાં ૨૦ વિદ્યાર્થીઓએ ૯૫ થી વધુ પીઆર તથા ૪૬ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા: તમામ છાત્રોને શુભેચ્છા પાઠવતા મેનેજીંગ ટ્રસ્ટી
પંચશીલ સ્કુલે ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૬.૬૧ ટકા જેવું ઉજજવળ પરિણામ હાંસલ કર્યું છે. શાળાનાં ૨૦ વિદ્યાર્થીઓએ ૯૫ થી વધુ પીઆર જયારે ૪૬ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરીયાએ શુભેચ્છા પણ પાઠવી છે.
શાળાનાં ૬૩ વિદ્યાર્થીઓએ ૮૫થી વધુ પીઆર મેળવ્યા છે: ડો.ડી.કે.વાડોદરીયા (મેનેજીંગ ટ્રસ્ટી)
પંચશીલ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરિયાએ જણાવ્યું હતું કે, આજે ધો.૧૦નાં પરીણામનાં દિવસે ઝળહળતું પરીણામ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાત બોર્ડનું પરીણામ ૬૬.૯૭ રહ્યું છે. જયારે રાજકોટ શહેરનું પરીણામ ૭૩.૯૨ ટકા અને પંચશીલ સ્કુલનું પરીણામ ૯૬.૬૧ ટકા રહ્યું છે. આ તકે અમારી શાળામાં ૨૦ વિદ્યાર્થીઓએ ૯૫ પીઆરથી વધુ મેળવ્યા છે. ૪૬ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆરથી વધુ મેળવ્યાં છે. તેમજ ૬૩ વિદ્યાર્થીઓએ ૮૫ પીઆરથી વધુ મેળવ્યા છે.
શિક્ષકો અને વાલીનાં સહકારથી સફળતા મળી છે: કિનલ કાતરીયા ૯૯.૫૧PR
કાતરીયા કિનલે જણાવ્યું હતું કે, ધો.૧૦માં મારે ૯૯.૫૧ પીઆર આવેલા છે તેનાથી હું ખુબ જ ખુશ છું. આ પરીણામ મેળવવા માટે મેં ખુબ જ મહેનત કરી હતી. તેમજ મારી શાળાનાં દરેક શિક્ષકો અને મારા વાલીઓએ મને પુરતો સહકાર આપ્યો છે તે બદલ હું તેમની આભારી છું.
પરીક્ષા માટે ખુબ મહેનત કરી હતી: બંસી ગોકાણી ૯૯.૧૬PR
પંચશીલ સ્કુલની વિદ્યાર્થીની ગોકાણી બંસીએ જણાવ્યું હતું કે, આજે જે પરિણામ આવ્યું છે તેમાં મારી શાળા તેમજ પરિવારનો ખુબ જ સહયોગ મને સાંપડયો છે. મેં ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે ખુબ જ મહેનત કરી હતી. જેમાં શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. તેમજ મારા માતા-પિતાએ પણ મને ખુબ સહયોગ આપ્યો છે.
દરરોજ ૩ થી ૪ કલાકમાં વાંચન સાથે ઈતર પ્રવૃતિ પણ કરતો હતો: ગૌરવ વસોયા ૯૮.૬૭PR
પંચશીલ સ્કુલનાં ૯૮.૬૭ પીઆર મેળવનાર વસોયા ગૌરવે જણાવ્યું હતું કે, આ પરીણામ માટે ખુબ જ મહેનત કરી છે. રોજના ૩ થી ૪ કલાક હું સતત વાંચન કરતો. આ ઉપરાંત ઈતર પ્રવૃતિ પણ મને ગમતી. મારી શાળાનાં શિક્ષકોનો મને સંપૂર્ણ સહકાર અને સહયોગ મળ્યો છે. જેમાં માર્ગદર્શન હેઠળ મેં ધો.૧૦ની બધી તૈયારીઓ કરેલી છે. આ ઉપરાંત મારા માતા-પિતાનો પણ હું ખુબ આભાર માનું છું.