વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયેલી જામી મસ્જીદ, લીલા ધુંબજ, વડા તળાવ, સાત કમાન, સાત મંઝીલ જેવા પંચમહાલના પર્યટન સ્થળો બન્યા સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત રાજય એક એવું રાજય છે જયાં કુદરત સૌયદથી ભરપુર છે. લોકો પર્યટન માટે અનેક વિધ સ્થળોએ જતા હોય છે. પરંતુ શાંતિપ્રિય અને વિકાસીલ કોઇ રાજય હોય તો તે ગરવી ગુજરાત છે.
રાજયના પર્યટન સ્થળો સહેલાણીઓ માટે પહેલેથી આકષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતના વાસરા ધરોહર આપણી સંસ્કૃતિનો પરચો આપે છે.
પંચ મહાલ જીલ્લાની વાત આવે અને તેમાં પણ જયારે પંચ મહોત્સવની વાત કરવામાં આવે તો જાણે કુદરત ખરા અર્થમાં પંચમહાલ જીલ્લામાં વસતુ હોય તેવું લાગે છે.
ચાંપાનેર – પાવાગઢ
ચાંપાનેર પાવાગઢ બન્ને એક જ છે. ચાંપાનેર નામ રાખવા પાછળનું કારણ એ છે કે ચાંપાનેરમાં ચંપાના ફૂલો વધારે હતા. બીજું કારણ આ શહેરનાં મંત્રી ચંપા બનિયા હતા. તેથી પણ ચાંપાનેર નામ પડયું તેવી લોક વાહિકા છે. આ ઉપરાંત પાવાગઢ કે જયાં પર શકિતપીઠ માની એક શકિતપીઠ એટલે મહાકાળી બીરાજમાન છે. જેટલા પણ પ્રવાસીઓ આવે છે તે પહેલા પાવાગઢ મહાકાળીના દર્શન કરી ચાંપાનેર આરકયોલોજીકલ પાર્કની વિઝીટ કરે છે.
મસ્જીદમાં મંદિર જેવી કોતરણીનો અદભુત નમુનો: જામી મસ્જીદ
જામી મસ્જીદનું નિર્માણ ૧૪મી સદીમાં થયું હતું જયારે જામી મસ્જીદને યુનેસ્કો દ્વારા વલ્ડ હેરીટેજ સાઇડ તરીકે પ્રાધાન્ય અપાયું છે.
ખાસ તો જામ મસ્જીદમાં જોવા લાયક છે કે બહારથી જોતા મસ્જીદ લાગે છે અંદરથી હિન્દુ મંદીર જેવી કોતરણી લાગે છે. આ મસ્જીદમાં શુક્રવારમી અઝાન માટે થતો હતો.
હાલમાં આ મસ્જીદ હેરીટેજ સાઇટ થતી છે. તેથી બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.
આ મસ્જીદમાં વઝુ માટેનું કુંડ, બેગમ ખાના, જેવી ઘણી ખરાં સ્થળો નજરે રહે છે.
આ ઉપરાંત જામા મસ્જીદમાં મંદીર મસ્જીદ બન્નેના વ્યુ આવે છે તેનું કારણ મસ્જીદ બનાવનાર કારીગરો છે જે મુસ્લીમ અને હિન્દુ બન્ને હતા.
સહેલાણીઓ માટે બોટીંગ જગ્યા: વળા તળાવ
ચાંપાનેરથી નજીક વળા તળાવ આવેલ છે. પ્રકૃતિની ગોદમાં બેઠેલું આ વળા તળાવ કે જેનું નિર્માણ આશરે પ૦૦ થી ૬૦૦ વર્ષ પુર્વ થયેલ છે. હાલમાં જેમાં બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ બોટીંગનો લ્હાવો લે છે. આ તળાવની ખાસિયત એ કહી શકાય છે પાવાગઢ ડુંગર અહીથી દુર હોવા છતાં જાણે તળાવની એક હદ હોય તેવું આભાશ થાય છે.
કમાન આકારનાં સ્તંભ પર આધારીત કમાની મસ્જીદ
કમાની મસ્જીદનું નિર્માણ કમાન આકારના સ્તભર પર થયેલું હોવાથી તેનું કમાની મસ્જીદ કહેવાય છે. તેનું નિર્માણ ૧પમી સદીમાં થયું હતું. ખાસ તો આ કમાનોની ખાસિયત એ છે કે તેમાં સમગ્ર મસ્દીનો આધાર મસ્જીદની કમાનો જ છે.
કોઇપણ પ્રકારના ચણતર વિના માત્ર પથ્થરની ગોઠવણી: સાત કમાન
સાત કમાનનું નિર્માણ ૧પમીથી ૧૬ સદી વચ્ચે કરવામાં આવ્યું હતું. અને આ સાતે સાત કમાન પીળા રેતીયા પથ્થરમાંથી બનાવાય છે. સાત કમાનને સદનસાહ ગેટનો અંત ભાગ પણ કહેવામાં આવે છે. ક્ધયાના માથા પર ટિલળી શોભે તેમ ડુંગરની ટોચે સાત કમાન સાંભતુ નજરે ચડે છે. સાત કમાન નામ એટલે કારણ કે અહિયા મોટી મોટી સાત કમાનોની હારમાળા જોવા મળે છે.
૧૫મી સદીની રિઝર્વ નેન: મીન્ટ
૧પમી સદીમાં સિકકા છાપવાનું અને સંગ્રહ કરવાનું કાર્ય મીન્ટમાં થતું હતું. અહિયા જમીનમાં ખાડો ગારી તેમાં સિકકા મુકવામાં આવતા હતા તે સમયે પણ બેન્કો હતી. તેનું ઉદાહરણ મિન્ટ એટલે કે મુદ્રા શાળાને કહી શકાય હાલ અહિયા બહોળા પ્રમાણમાં સહેલાણીઓ આવતા હોય છે.
દોસ્તીનું જાગૃત ઉદાહરણ સાત મંઝિલ
સાત મંઝિલ કે જે (કિલ્લાની દિવાલ) સીટાડલ વોલની અંદર આવેલ છે. જેનું નિર્માણ ૧૫મી સદીમાં થયું છે. આ મહેલનાં અલગ અલગ સાત માળ હોવાથી સાત મંઝીલ કહેવામાં આવે . ખાસતો ખાપરો અને ઝવેર બંનીની દોસ્તીની યાદમાં આ મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે. તેથી દોસ્તીનું એક જીવંત ઉદાહરણ પણ સાત મંઝીલને કહી કાય.
લીલા ધુમ્બજ
લીલા ધુમ્બજનું નિર્માર ૧૫મી સદીમાં થયું હતુ આ મસ્જિદ ઉપર મોટા મોટા ત્રણ ધુમ્બજ આવેલ હોવાથી આ મસ્જીદને લીલા ધુમ્બજ કહેવામાં આવે છે. હાલમાં આ મસ્જિદ ડુંગરની ટોચ પર આવેલી હોવાથી આ મસ્જીદની શોભા બમણી ખીલે છે. ત્યારે આ પ્રકાર મોન્યુમેન્ટને સાચવી રાખવા માટે ગોધરા કલેકટર દ્વારા ભારે જહમેત ઉઠાવવામાં આવી છે.
પાવાગઢ ડુંગર
પાવાગઢ ડુંગર કે જયા ૫૨ શકિતપીઠમાંની એક માં મહાકાળી બિરાજમાન છે. જયા રોજનાં હજારો શ્રધ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીયા શ્રદ્ધાળુને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે હાલમાં રીનોવેશન કાર્ય પણ ચાલુ કરાયું છે. ધર્મશાળા ખેસવાની જગ્યા અને મંદિરને પણ વિશાળ રૂપ આપવામાં આવશે. હાલમાં જે કામ ચાલુ છે. તે શ્રદ્ધાળુઓ માટે જ કરવામા આવ્યું છે. કારણ કે પાવાગઢમાં દર વર્ષે ૨૦ ટકા શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે. તેથી મંદિરની આજુબાજુ દવાખાનું પોલીસ બુથ ટોપલેટ, લોકર જેવી સુવિધા ઉભી થવા જઈ રહી છે. આ ઉપરાંત મંદિરમાં પણ ૫૦૦૦ લોકો સમાય તે રીતે રીનોવેટ કરવાની યોજના છે.
ટેન્ટ સીટી
પંચમહોત્સવમાં આવતા લોકોને રહેવાની પૂરતી સુવિધા મળી રહે તે માટે ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ જેમાં લોકોને ખાવા પીવાથી લઈને દરેક પ્રકારની સુવિધા મળી રહે તેવી તકેદારી રાખવામાં આવી હતી. લોકો માટે ૫૦ જેટલા ટેન્ટ બનાવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચેસ, લુડો, કેરમ જેવી ગેમ સાથે ગેમ ઝોન પણ ઉભા કરાયા હતા ટેન્ટ સીટી વીડો લોકોના મત જાણવા મળે છે. બાળકોથી મોટા તમામ માટે એન્જોય કરી શકે છે. હોટલમાં જેવી સુવિધા ટેન્ટમાં લોકોને મળી હતી.
આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ જેવા સીટી માંથી પણ ઘણા લોકોઆવ્યા હતા અને પરિવાર સાથે ટેન્ટ સીટીનો માહોલ માણ્યો હતો દરેક ટેન્ટમાં બેડ, એસી ટોયલેટ જેવી દરેક સુવિધા જોવા મળી હતી ટેન્ટની આજુબાજુ જે ઝાડ, પર્વતો, જંગલ છે તે મનમોહક છે. લોકો ઘરે મોડા ઉઠતા હોય છે. ત્યારે ટેન્ટ સીટીમાં વહેલા ૬ વાગ્યે ઉઠીને કુદરતી વાતાવરણમાં વોર્કિંગની મજા પણ માણી હતી.
પંચમહોત્સવ મેળો
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાતમઆઠમ પર મેળાનું આયોજન થાય છે. તે રીતે પંચમહાલ વિસ્તારમાં પંચમહોત્સવ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં હેન્ડમેડ, જવેલરી, રમકડા, બંગડી શોપ, કપડાની શોપ, કુડ સ્યોલ જેવી ઘણી બધી સુવિધાઓ જોવા મળી આ ઉપરાંત ઘણી બધી રાઈડસ જોવા મળી હતી. જેમાં આસરે રોજે ૧૫ થી ૨૦ હજાર લોકો મુલાકાત લેતા હોય છે.
સ્થાનિક વિકાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભૂમિકા: ઉદીત અગ્રવાલ
ગોધરાના કલેકટર ઉદીત અગ્રવાલે જણાવ્યું કે પંચ મહોત્સવની શરુઆત ૨૦૧૫માં કરવામાં આવી હતી. ચાંપાનેર પાવાગઢ એવી ધરતી છે. જયાં સંસ્કૃતિ, ઇતિહાસ, પ્રાકૃતિક સુંદરતા બધાનો સુંદર સંગમ થાય છે જેના કારણે પ્રવાસન અને પ્રવાસનથી જોડાયેલા જેટલા ઉઘોગો છે.
તેમનો વિકાસ થઇ શકે તેવા ઉદ્દેશ સાથે પંચ મહોત્સવ શરુ કરવામાં આવ્યો હતો. દર વર્ષે પંચ મહોત્સવની ગરિમામાં વધારો જ થયો છે. પાંચ દિવસીય ઉત્સવમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રર થી ર૭ તારીખ સુધી સમગ્ર આયોજન કરાયું છે. જેમાં ફોરેસ્ટીયસ, ટુર, હેરીટેજ ટુર ક્રાફટ બઝાર, ફ્રુડ બઝાર કલ્ચરલ ઇવેન્ટ કે જેમાં સ્થાનીક કલાકારોને તક આપવામાં આવે છે. કે જેથી તેવો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. આ ઉપરાંત દરરોજ રાત્રે વલ્ડ રીનાઉન્ડ ઓરટિંસ્ટ આવે છે. આ વખતે પ્રથમ દિવસે દર્શન રાવલ, બીજા દિવસે કિંજલ દવે, ત્રીજા દિવસે ભૂમિ ત્રિવેદી, ચોથા દિવસે ઓસ્માણ મીર, પાંચમાં દિવસે કૈલાસ ખેરે પરફોમન્સ આપ્યા હતા. આ વખતે લોકોની મુલાકાત ખુબજ સારી રહી મન મુકુની ૫૦ થી ૬૦ હજાર લોકોએ કલ્ચર ઇવેન્ટમાં માણી અને ક્રાફટ બઝાર, ફ્રુડ બઝારમાં ૧૦ થી ૧પ હજાર લોકો મોડી રાત સુધી મજા માણતા હોય છે.