ખરીફ પાકનું ઉત્પાદન આ વર્ષે સાવ જ ઘટી જતા કઠોળ અને ચોખા મોંઘા થશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચોખાનું ઉત્પાદન ૧.૯ મિલિયન ટન જેટલું અને કઠોળનું ઉત્પાદન ૭ લાખ ટન જેટલું ઘટી જશે તેવી શકયતા જોવાઈ રહી છે.
ખરીફ પાકનું ઉત્પાદન ઘટવાની શકયતા પાછળ બંને કારણો જવાબદાર છે. જ‚રથી ઓછો વરસાદ તેમજ જ‚રથી વધુ વરસાદ ખરીફ પાક ઓછો ઉતરવા પાછળ કારણભૂત છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આસામ, બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં ચાલુ વર્ષે જ‚રથી વધારે વરસાદ ખાબકતા પુર આવ્યું છે. જયારે કર્ણાટક, છતીસગઢ, તામિલનાડુ વિગેરે રાજયોમાં વિપરીત પરિસ્થિતિ છે. કેમ કે, આ ત્રણેય રાજયોમાં જ‚રથી ઓછો વરસાદ થતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે.
સ્વાભાવિક રીતે જ ઉત્પાદન ઓછું થવાની શકયતાના લીધે નિષ્ણાંતો એવી આગાહી કરી રહ્યા છે કે ચોખા અને કઠોળના ભાવ વધશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અધિકૃત આંકડાકીય વિગતો ટુંક સમયમાં જાહેર કરશે.
ખરીફ પાક ચોખા અને કઠોળનું ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે તો સામે છેડે શેરડીનું મબલખ ઉત્પાદન થશે. જયારે કપાસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ વધારો નોંધાવવાની સંભાવના છે. એકંદરે, પાકના ઉત્પાદનમાં વધારો-ઘટાડો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને આભારી છે.