સોશિયલ મિડીયાના માઘ્યમથી સંતો અનુષ્ઠાનો અને કથા વાર્તાની સરિતા વહાવી રહ્યાં છે
રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થાન અને તેની વિશ્ર્વભરમાં પથરાયેલી ૪૧ શાખાઓમાં લોકડાઉનના પહેલા દિવસથી એટલે કે તારીખ ર૪ માર્ચ ૨૦૨૦ થી જ આગોતરુ આયોજન કરી લેવાયું હતું. આ શિક્ષણ સંસ્થાઓના દરવાજા, મકાનો વર્ગખંડો અને સેમીનાર હોલ દેખીતી રીતે ભૌતિક દ્રષ્ટિએ સ્થળ સ્વરુપે બંધ હોય પરંતુ આઘ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજીક પ્રવૃતિઓ પૂર્વવત ધમધમી રહી છે. ખાસ કરીને યુ ટયુબ ચેનલના માઘ્યમથી યુવાન સંતો આઘ્યાત્મિક અનુષ્ઠાનો અને કથા વાર્તાની સરિતા ચલાવી રહ્યા છે અને ડિજિટલ સાયન્સના સહારે શિક્ષણ સંતો વગેરે વેબસાઇટના માઘ્યમથી ઇન્ટરેકિટવ રીતે સિલેબસ ચલાવી રહ્યા છે અને ડિજિટલ સાયન્સના સહારે શિક્ષણ કાર્ય હાથ ધરી રહ્યા છે. સામાજીક સ્તરે પણ જયાં જયાં આપતિના સમયમાં સહાનુભૂતિ પૂર્વક લોક ઉ૫યોગી કાર્ય કરવાનો અવકાશ જણાય ત્યાં ત્યાં દેશ-વિદેશમાં તમામ જગ્યાએ સેવાની સરવાણી ચાલુ રાખી છે. રાજકોટ, સુરત, હૈદરાબાદએ તમામ મુખ્ય મથકોથી ફુડ પેકેટના વિતરણ ઉપરાંત સ્વાસ્થ્ય સુરક્ષા સાધનોના વિતરણનું કાર્ય અથવા પરપ્રાંતિય મજદૂરોમાં ખોરાક વિતરણનું કાર્ય રાશન કીટ સ્વરુપે અથવા અન્ય રીતે કરવાનું સતત ચાલુ રાખ્યું હતું.
ગુરુકુળ પરિવારના તમામ સભ્યોની આઘ્યાત્મિક ભૂખને સંતોષવા સંસ્થાના સંતો, પાર્ષદો, અને સનિષ્ઠ કાર્યકરો ડિજિટલ મીડીયાના માઘ્યમથી સતત પ્રવૃતિમય રહ્યા છે.