તાજેતરમાં બનાવેલા રોડ પર પુલીયાની કામગીરી ન કરાઇ : તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીનો પીપળી રોડ તાજેતરમાં નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બેલા ગામ પાસે રોડ પર આવેલ પુલિયા નવું બનાવવામાં આવ્યું નથી. હાલ આ જૂનું પુલિયુ જોખમી બની ગયું છે. હાલ અહીં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીનો પીપળી રોડ નવો બન્યો તે સમયે પુલિયુ નવુ બનાવવાની વાત વહેતી થઈ હતી. પરંતુ નવુ પુલિયુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલ જુના પુલિયાથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. પુલિયા પરની સલામતીની દીવાલ જ ન હોવાથી પુલિયુ ભારે જોખમી બન્યું છે. આ પુલિયા પર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.

આ ઉપરાંત પીપળી રોડ પર બન્ને બાજુના ખાડા બુરવાની કોઈ કામગીરી હાથ ન ધરાતા રોડ પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. પીપળી રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. ઔદ્યોગિક ઝોન હોવાના લીધે રોડ પર ભારે વાહનોની  અવર જવર હોય છે. ત્યારે કોઈ અકસ્માત સર્જાઈ તે પૂર્વે ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.