જશાપર ગામે ૫૦ વર્ષ સુધી સરપંચપદે સેવારત અને ૮૦ વર્ષની વયે જૈન દીક્ષા અંગીકાર કરનાર ગોંડલ સંપ્રદાયના પૂજયપાદ શ્રી પ્રેમગુરુદેવની સ્મૃતિઓ આજેય ગામના ખૂણે-ખૂણે ખૂશ્બુ ફેલાવી રહી છે. તા.૧૮/૨ના પૂ.શ્રી ધીરગુરુદેવ જશાપર પધારતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યા બાદ સમાજવાડીમાં પ્રવચન મઘ્યે શ્રી સાજણ લાખા પટેલ સહિત સહુ ભાઈ-બહેનોએ ચાતુર્માસની અતિ આગ્રહભરી રજુઆત કરતા સરપંચ અંજુબેન મથુરભાઈ ગાગલિયા, શ્રી મનહરભાઈ મણિયાર સહિત સેંકડો ભાવિકોએ ઉભા થઈને ગુરુજી અમારો અંતરનાદ. અમને આપો ચાતુર્માસના જય નારા કરેલ.
પૂ.શ્રીએ સહુની ભાવનાનો સ્વિકાર કરી આગામી ૨૦૨૧માં ચાતુર્માસની મીઠી જબાન આપતા સહુ આનંદ વિભોર બન્યા હતા. સમાજવાડીમાં ટાઈલ્સ વગેરેના કાર્ય માટે ગ્રામજનોએ લગભગ ૨ લાખ ‚પિયાનું ભંડોળ વ્યાખ્યાનમાં કરેલ. ત્રણેક વર્ષ પૂર્વે શ્રી મનહરભાઈ અને મુકતાબેન પારેખ – જૈન ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગના સંભારણા યાદ કરી ગ્રામજનોએ પાણીનો બગાડ ન કરવા બહેનોએ સંકલ્પ કરેલ. કર્મથી બચવા ધર્મ જ શરણરૂપ છે. કોઈને ન નડવું તેજ સાચો ધર્મ છે. પ્રભુની ભકિતથી જ સુખ, શાંતી મળશે તેવી ધર્મશીખ સાથે પ્રાથમિક શાળાના ભુલકાઓનું વોટરબેગથી સન્માન કરેલ. શિક્ષકોનું મોમેન્ટોથી બહુમાન કરેલ.