માત્ર સાત મિનિટમાં જ લાઇવ પેઇન્ટીંગ કરતાં ચિત્રકાર જય દવે
પુલવામામાં થયેલા આતંકી હુમલાના શહિદોને રાજકોટના એક ચિત્રકારે ચિત્રાંજલી અર્પી દેશપ્રેમ પ્રગટ કર્યો છે. ચિત્રકાર જય દવેએ માત્ર સાત મીનીટમાં લાઇવ પેઇન્ટીંગ કરી અનોખી અંજલી પાઠવી છે.
જય દવેએ જણાવ્યું હતું કે આજનું મારી પેઇન્ટીંગ છે એ પુલાવામાં થયેલા હુમલાને લગતું છે આપણે દેશ માટે બીજું તો કાંઇ કરી ન શકીએ પરંતુ હું એક આર્ટટિસ્ટ છું એટલે મે દેશને સર્મિપત કરતી ચિત્ર બનાવ્યું છે હું મોટા ભાગે પોટરેટ વર્ક કર્યુ છું.
સેડીંગ માં મારી માસ્ટરી વધુ હોવાથી મારી કારકીર્દીને પોટરેટ વર્ક તરફ વાળી છે. હું નાનપણી જ પેઇન્ટીંગ કરું છું પરંતુ મારા કારર્કીદી ની શરુઆત હાઇસ્કુલથી થઇ ત્યારથી હું પ્રેકટીસની શરુઆત કરી અને કારકીર્દીનું પગલું ભર્યુ મારુ લાઇવ પેઇન્ટીંગ માત્ર સાત જ મીનીટમાં કરેલું છે.
બેગ્લોરમાં આટિસ્ટ વિલાસ નાયક માંથી પ્રેરણા લઇને મારી કળાની બહાર લાવી છું ખુબ ઓછા સમયમાં પેઇન્ટીંગ કરતા મને વિલાસ નાયકમાંથી જ શીખવા મળ્યું છે. પેઇન્ટીંગ એ કલા છે જેમાં આપણે વધુને વધુ પ્રેકટીસ કરતી રહેવી પડે છે. જેમ વધુ પ્રેકટીસ થાશે તેમ સુધારા આવે છે.
અત્યાર સુધીમાં પ૦૦ થી વધુ પોર્ટરેટર અને ર૦ જેટલા લાઇવ પેઇન્ટીંગ કરેલા છે. તેમજ રાજકોટની ઘણી જગ્યાઓ પર પેઇન્ટીંગ કરેલા છે.