‘રાંકના રતન’ની ઝળહળતી સિધ્ધિ

તાજેતરમાં બહાર પડેલ સી.એ.ના રિઝલ્ટમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં  કશ્યપ અરવિંદભાઈ દવે એ ઝળહળતી સિદ્ધિ મેળવી સીએ ની ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે . જેમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ અને અભ્યાસમાં તેજસ્વી બાળકો કે જેઓ ધો .7 ની છ માસિક પરીક્ષામાં 85 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લઈ શ્રેષ્ઠ માર્ક મેળવનાર 20 થી 25 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેના ઘરની રૂબરૂ તપાસ કરી આર્થિક અને ભૌતિક પોઝિશન તપાસી ફાઇનલ પસંદગી કરવામાં આવે છે .

જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેક્ટ અંતર્ગત સને 2012-13ની બેચમાં પસંદ થયેલ દવે કશ્યપ એક ચોક્કસ  ધ્યેયને વરેલ , કશ્યપ દવેએ સીપીટી અને ઇન્ટરમીડીએટ પતંજલિ સ્કૂલમાંથી કરેલ જ્યારે સીએ ફાઇનલ માટે ઓનલાઇન શિક્ષણ મેળવેલ, આજ સીએ ફાઈનલ પાસ કરનાર કશ્યપ દવે ઇન્ટર નેશનલ દરજ્જાની કંપનીમાં ફરજ બજાવવાનો ગોલ ધરાવે છે . આ સિવાય પણ જ્ઞાન પ્રબોધિનિ પ્રોજેક્ટનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી ડોક્ટર , એન્જીનિયર , ફાર્મસિસ્ટ , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ , પ્રોફેસર જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી પોતાના પરિવારનાં તારણહાર બન્યા છે.

ટ્રસ્ટનાં જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેક્ટનાં કશ્યપ દવેને ટ્રસ્ટના ચેરમેન  વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણીએ , મહેશભાઈ ભટ્ટ , ડો.મેહુલભાઈ રૂપાણી , અમીનેશભાઈ રૂપાણી ઉપરાંત કમીટી મેમ્બર્સની સી . કે . બારોટ , જયેશભાઈ ભટ્ટ , હસુભાઈ ગણાત્રા , ભારતીબેન બારોટ , હિંમતભાઈ માલવીયા ગીતાબેન તન્ના , મીરાબેન મહેતા , ઉપરાંત વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ અભિનંદન પાઠવ્યા  છે . કશ્યપ દવેએ  સીએ ફાઇનલ કરતાં આજે તેમણે પોતાનાં પરિવારનું , સ્કૂલનું તથા પુજીત રૂપાણી ટ્રસ્ટનું નામ રોશન કરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.