વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરતા સમારોહનું કૃષ્ણ ગોપાલજીના હસ્તે ઉદ્ઘાટન
શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા, આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા, પરંતુ ભણવામાં ખુબ જ તેજસ્વી તેવા વિઘાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સહાય પુરી પાડતી સંસ્થા પુજીત રુપાણી મેમો. ટ્રસ્ટ સંચાલીત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ દ્વારા ધો. ૮ થી ૧ર સુધીના અભ્યાસ માટે દત્તક લેવાયેલ ર૩ છાત્રો માટેનો દિક્ષાગ્રહણ સમારોહ ર૦ જુલાઇ શનિવારના રોજ રાખવામાં આવ્યો છે.
પુજીત ટ્રસ્ટના સ્થાપક ચેરમેન તથા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના અઘ્યક્ષ સ્થાને પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમમાં યોજાનારા દિક્ષાગ્રહણ સમારોહનો સમય સાંજે ૪.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે. આ સમારોહના ઉદધાટન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવહ કૃષ્ણ ગોપાલજી હાજરી આપશે.
સમારોહમાં ધો. ૮ થી ૧ર સુધીના અભ્યાસ માટે પસંદ થયેલા તમામ છાત્રો અગ્નિ દેવતાની સાક્ષીએ યોજાનાર યજ્ઞમાં વૈદિક શ્ર્લોકોના પઠન દ્વારા ઉચ્ચ અભ્યાસ માટેનો સંકલ્પ કરશે તથા તેમને વિઘાભ્યાસ કરાવનાર ગુરુએ તેઓએ ખેસ ઓઢાડી તિલક કરી ઉચ્ચ કારકીર્દી પ્રતિ પ્રયાગ માટે આશીર્વાદ આપશે.
પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સમાન આ સમારોહનું ઉદધાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલજીના વરદ હસ્તે રીમોટ કંટ્રોલ દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવશે. આ તકે યુવા છાત્રોને પ્રોત્સાહીત કરવા સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેશે તથા ટ્રસ્ટ દ્વારા દતક લેવાયેલ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં નિમિત બનતા શહેરની ખાનગી શાળાઓના સંચાલકોનું આ તકે સન્માન કરાશે.
જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ સંચાલીત ઉપરોકત દિક્ષાગ્રહણ સમારોહમાં હાજરી આપવા શહેરના તમમ શિક્ષણપ્રેમી નાગરીકોને ટ્રસ્ટી અંજલીબેન રુપાણીએ અનુરોધ કર્યો છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો ટ્રસ્ટના કાર્યાલય કિલ્લોલ ૧-મયુરનગર રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.