- રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી
- સેવાયજ્ઞ સુપેરે પાર પાડનાર ટીમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ટ્રસ્ટી અંજલીબેને આપ્યા અભિનંદન
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માનવ સેવાના કાર્યો માટે જાણીતા પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સહયોગથી નાના બાળકોને ઓરી નુરબીબી ગાલપચોલીયાથી સુરક્ષીત કરવા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતુ.
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન “કિલ્લોલ”, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે હાલ ઓળી અને ગાલપચોળિયાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય 1 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબી (એમ.એમ.આર)ની રસી મૂકવાનો કેમ્પ અને સાથે સાથે બાળકોને થતા વિવિધ રોગોની તપાસ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે ડો. નિખિલભાઈ શેઠ (બાળરોગ નિષ્ણાંત), ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી, મેડીકલ કમિટી મેમ્બર નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, શૈલેષભાઈ લોટીયા, કાર્યકર્તાઓ રાજુભાઈ શેઠ, હરીશભાઈ શાહ, કે.બી.ગજેરા, ઉમેશભાઈ કુંડલીયા, જીજ્ઞેશભાઈ રત્નોતર, એન.જી.પરમાર, જહાનવીબેન લાખાણી, રાજુભાઈ ભટ્ટ. પ્રવીણભાઈ ખોખર, રવજીભાઈ દવેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગાલપચોળિયા એક સામાન્ય રોગ ગણાય પણ આ રોગની અન્ય અસર બહુ ગંભીર હોય છે. આ રોગની રસીની કિંમત આશરે રૂ.700 જેટલી હોય છે જે આ કેમ્પમાં બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી. વિજયભાઈએ અવેસ્સન એક મિશાલ પ્રગટાવી છે તે ધન્યવાદને પાત્ર છે.
ટ્રસ્ટની બાળરોગ નિષ્ણાંત ડો. નિખિલભાઈ શેઠ એ ગાલપચોળિયા રોગની ગંભીરતા અંગે જણાવ્યું હતું કે આ રોગની અવેરનેસ ઓછી છે. તેના કારણે બાળકોમાં વિવિધ તકલીફ ઊભી થઈ શકે છે. આ કાર્યક્રમને સફળ કરાવવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનેટર સાગરભાઈ પાટિલ, કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, ડો. સલોનીબેન ડોડીયા, ડો.નેન્સીબેન ડોબરિયા. રાજેશભાઈ ભટ્ટ, વર્ષાબેન મકવાણા, હેતલબેન પરમાર, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરીએ જહેમત ઊઠવેલ હતી. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા- જણાવાયું છે.