સ્વ. પુજીતના જન્મદિવસ 8 ઓકટોબરે બાળકો માટે આનંદોત્સવની ટ્રસ્ટની પરંપરા
રાજકોટ સમાજ સેવા અને માનવ કલ્યાણ કાર્યરત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ગરીબ બાળકો, બહેનો તથા આર્થિક રીતે પછાત લોકોના ઉત્થાન માટે રાહતદરે મેડીકલ સેન્ટર, જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રકલ્પ તથા અન્ય વિવિધ સેવાકીય પ્રકલ્પો તથા વાર્ષિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
દર વર્ષે 8 ઓકટોબર સ્વ. પુજીતના જન્મદિવસ નિમિતે ફનવર્લ્ડ ખાતે ઝુપડપટ્ટીમાં વસતા આર્થિક રીતે પછાત અને છેવાડાના બાળકો માટે ફનવર્લ્ડની મોજ સ્વરુપે એક દિવસીય ‘બાળસંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યે બાળકોને ફનવર્લ્ડ ખાતે એકત્રિત કરી આ બાળકો માટે રંગારંગ કાર્યક્રમ, રાઇડસની મોજ ત્યારબાદ ભાવતા ભોજન જમાડી અને છેલ્લે એક સરસ ગીફટ આપી બાળકોને એક દિવસ માટે સંપૂર્ણ મોજ કરાવવામાં આવે છે.આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહીત કરવા ઉદઘાટક તરીકે હરેશભાઇ વોરા, પ્રમુખ કાઠીયાવાઢડ નિરાશ્રીત બાલાશ્રમ તથા પ્રમુખ સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ તથા મુખ્ય મહેમાન તરીકે રમેશભાઇ ટીલારા, ટ્રસ્ટી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન, શાપર-વેરાવળ, ઇન્ડસ્ટ્રીયલ એસો. રાજકોટ ખાસ ઉ5સ્થિત રહેવાના છે. સાથે ગુજરાતના રાજયના પૂર્વ મુખ્યમંત્રી તથા પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી પણ આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રોત્સાહીત કરવા માટે કાર્યક્રમ અઘ્યક્ષ તરીકે ઉ5સ્થિત રહેવાના છે.
આ એક દિવસીય કાર્યક્રમમાં બાળકોને બપોરે જમાડવામાં પણ આવે છે. જેમાં વિજયભાઇ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણી પણ બાળકોની સાથે જ ભોજન લેશે