- જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત
- ર4 વર્ષથી કાર્યરત ટ્રસ્ટી અનેક બાળકોએ કર્યા પગભર
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના પાંચ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલ જી એડવાન્સના પરિણામમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરી ઐતહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે જેમાં સોરઠિયા દર્શન ઇડબલ્યુએસરેન્ડ 693,ઓલ ઇન્ડિયા રેન્ક 5995, જાદવ હેત ઓબીસી રેન્ક 2137, ઓલ ઇન્ડીયા રેન્ક 9716, મૂંગરા યશ ઇડબલ્યુ એસરેન્ડ 1568,ઓલ ઇન્ડિયા રેન્ક 11780, વારિયા યશ ઇડબલ્યુએસ રેન્ક 2332,ઓલ ઇન્ડીયા રેન્ક 16633, પરસાણા શ્યામ ઇડબલ્યુએસ રેન્ક 5182 પ્રાપ્ત કરેલ છે.
આ વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી મંડળ અને જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટની સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા છે.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી ચાલતા જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના ઘણા બાળકો ડોક્ટર, એન્જિનિયર્સ, આઇઆઇટી અને અન્ય ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી પોતાના પગભર થયા છે અને પોતાના કુટુંબના તારણહાર બન્યા છે.
પુજીત ટ્રસ્ટ શિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણ કરવા હંમેશા પ્રયત્નશીલ છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી તથા કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, સી.કે.બારોટ તથા ભારતીબેન બારોટ તેમજ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવે છે.
વિશેષ માહિતી માટ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનો રૂબરૂ અથવા ફોન નં. 0281 – 2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ હેઠળ 374 બાળકોએ લીધો લાભ: ટ્રસ્ટી વિજયભાઇ રૂપાણી
અબતક સાથેની વાતચીતમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ ગરીબ જરુરીયાત મંદ બાળકો માટે શરુ કરવામાં આવ્યો હતો. જેથી આવા બાળકો આઇઆઇટી આઇઆઇએમ, આઇપીએસ બનીને પોતાનું સ્વપ્ન પુર્ણ કરી શકે છે. જી એડવાન્સની પરીક્ષામાં પાંચ બાળકોનું શ્રેષ્ઠ પરિણામ આવતા તેઓ આઇઆઇટીમાં પ્રવેશ લેશે. નીટમાં પણ પરિણામ સારુ આવતા છ બાળકોએ મેડીકલ ક્ષેત્રે ઝંપલાવ્યું.આ પ્રોજેકટમાં 374 બાળકો એ લાભ લીધો જેમાં 64 વિદ્યાર્થીઓ મેડીકલ ક્ષેત્રે 48 બાળકો એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકીર્દી ઘડવા આગળ વઘ્યા. આ સફળ પ્રયોગથી દરેક બાળકને સારી તક મળી રહે એ માટે ટ્રસ્ટ કાર્યરત રહેશે.