પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વેકેશન દરમ્યાન સમર ટ્રેનીંગ કોર્ષનું આયોજન કરાયું હતું. જેમાં બ્યુટીપાર્લર અને મહેંદીની કલાથી બહેનો સજજ થાય એટલું જ નહી પોતાની આવડતના ઉપયોગથી વળતર મેળવી કુટુંબને મદદરૂપ થઈ શકે તેવા શુભ હેતુથી શરૂ કરાયેલા ૧૫ દિવસના ટ્રેનીંગ કોર્ષમાં બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. જેઓને તાલીમ આપવા માટે હીનાબેન આશરાએ સેવાઓ આપી હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ બ્યુટીપાર્લરનાં વર્ગોમાં બ્રાઈડ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બ્યુટી પાર્લરના વર્ગોમાં આશરા વૈશાલી પ્રથમ, મનિષાબેન પાટડીયા દ્વિતીય, પ્રિતીબેન ગોંડલીયા તૃતિય ક્રમાંક તથા મહેંદી સ્પર્ધામાં ગધાત્રા વિપુલાબેન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજેતાઓમાં સ્થાન મેળવ્યું હતું. ટ્રેનીંગ કોર્ષમાં ભાગ લેનાર મહિલાઓને પ્રોત્સાહિત કરવા અલ્કાબેન બી.ભટ્ટ તથા શિવાનીબેન ઠાકર જજ તરીકે હાજર રહી અને વિજેતા સ્પર્ધકોને ઈનામોથી નવાઝયા હતા. કાર્યક્રમનું સંચાલન ભાવેનભાઈ ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી તથા અમિનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, શિતલબા ઝાલા, હાજરાબેન બુંભાણીઠેબા, રીનારાની શિંગ વગેરેએ જહેમત ઉઠાવી હતી.