સંસ્થામાં વિવિધ વાદ્યો ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન સહિતની તાલિમ મામલી દરે આપવામાં આવે છે
તાજેતરમાં જાહેર થયેલ બૃહદ ગુજરાત સંગીત વિદ્યાલય અમદાવાદની ડીસેમ્બર ૨૦૧૮ની હાર્મોનિયમ, ગાયન, તબલા, કથ્થક, ઓર્ગન પરીક્ષામાં પુજીત રૂપાણી ટ્રસ્ટનું ઝળહળતું પરિણામ આવ્યું હતુ. બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ડીસેમ્બર ૨૦૧૮ની સાલ માટે ઓર્ગન, ગાયનની લેવાયેલી પરીક્ષાઓમાં પુજીત ‚પાણી ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાં તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં ઓર્ગન ગાયન, પ્રારંભીક પ્રવેશિકા પ્રથમમાં ગોસલીયા નિલ અમીતભાઈ તથા જોટાંગીયા તિર્થ અજયભાઈ, ઓર્ગન, ગાયન, પ્રવેશિકા પૂર્ણમાં દેસાઈ નંદિની મીતુલભાઈ, ઓર્ગન-પ્રારંભીકમાં કણજરીયા યશ રમેશભાઈ, ઓર્ગન-ગાયન-પ્રારંભીકમાં વાધેલા દિયા કલ્પેશભાઈએ વિશે યોગ્યતા સાથે પરીક્ષામાં ઉતિર્ણ થયેલ છે. જે માટે ટ્રસ્ટ હર્ષની લાગણી અનુભવે છે.
સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ બપોરે ૪.૪૫ થી સાંજે ૭.૪૫ દરમિયાન વિવિધ વાદ્યો ઉપરાંત કથ્થક, નૃત્ય, ગાયન, સહિતની તાલીમ મામૂલી દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી તથા અમિનેષભાઈ રૂપાણીના માર્ગદશન હેઠળ સરોજબેન આચાર્ય તથા શિતલબેન સુરાણી દ્વારા થાય છે. જેમાં હામોર્નિયમ અને ગાયન વિભાગમાં ડોલરભાઈ ઉપાધ્યાય, તબલા વિભાગમાં રોહનભાઈ દવે, ઓર્ગન અને ગાયન વિભાગમાં જનકભાઈ વડેરા તથા કથ્થક વિભાગમાં નીતાબેન મેર સહિતના સંગીત શિક્ષકો દ્વારા પાયાથી લઈને વિશારદ સુધીનાં વર્ગોની વિધિવત તાલીમ આપવામાં આવે છે.
આ અગાઉ તાલીમ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ ટ્રસ્ટ આયોજીત ટોપ ટવેન્ટી કાર્યક્રમમાં નંબર લઈ ચૂકયા છે. ઉપરાંત ટી.વી. તથા ફિલ્મ ક્ષેત્રે પણ સંગીતકલાનો કસબ બતાવી ચૂકયા છે.શહેરનાં છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા પરિવારોનાં કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા પૂજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ સંચાલીત સપ્તસૂર સંગીત વિદ્યાલય ૪ આફ્રિકા કોલોની, અમૃતા સોસાયટી મેઈન રોડ, પાણીનાં ટાંકા પાછળ, ૧૫૦ ફૂટ રીંગરાડ પાસે, રાજકોટ (ફોન નં. ૨૫૭૬૬૯૪) ખાતે આવેલ છે. જેમાં શહેરના તમામ વર્ગોનાં તમામ પરિવારોને અપાતી સંગીતની તાલીમનો લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.