Abtak Media Google News
  • અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્વારા લેવાયેલી
  • પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સાત સુર સંગીત વિદ્યાલયનું શિક્ષણ-રીયાઝ રંગ લાવ્યું
  • રાકના રતન જેવા તેજસ્વી બાળકોની કૌશલ્ય નિખારવાના મહાયજ્ઞમા પુજીત રૂપાણી ટ્રસ્ટનો સેવા યજ્ઞ સફળ

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં માનવ સેવા માટે જાણીતી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે સાથે હૂન્નર શીલ પ્રતિભાઓનો પ્રોત્સાહન આપવાની સાથે કેન્સર ગ્રસ્ત બાળકોન સારવાર મોટીવેશન ની સેવાના પરીણામદાયી કાર્યો કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણીના માર્ગદર્શનમા પુજીત રૂપાણી ટ્રસ્ટ વિદ્યાર્થીઓ કલાકારો માટે આશિર્વાદ રૂબ બન્યા છે.

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ-વેરાવળ દ્વારા એપ્રિલ 2024ની સાલ માટે ગાયન, ઑર્ગન, કથ્થક, તબલા વહોરની લેવાયેલી પરીક્ષામાં   પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં  જાહેર થયેલ પરિણામમાં તબલા પ્રારંભિકમાં પરમાર પ્રેમ અનિલભાઈ અને શાહ કેવલ, તબલા પ્રવેશીકા પ્રથમમાં ઓમ નિખિલભાઇ ગોહિલ, હરિવંશ રાઠોડ તબલા પ્રવેશીકા પૂર્ણમાં આદિત્ય ચૌહાણ, ગાયન વિભાગ પ્રારંભિકમાં ત્રિવેદી હર્ષ નિલેશકુમાર, ધ્યેય કૌશિકભાઈ વાઘેલા ઓર્ગન વિભાગ પ્રારંભિકમાં મજેઠીયા મીતાંશુ સાહિલભાઈ ગાયન વિભાગ પ્રવેશિકા પ્રથમમાં તથા ઓર્ગન વિભાગ પ્રવેશિકા પ્રથમમાં જોબનપુત્રા પૂર્વા વિશેષભાઈ આ દરેક વિદ્યાર્થીઓ ડીસ્ટીકશન સાથે ઉત્તીર્ણ થયેલ છે.

સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ બપોરે 4 થી સાંજે 7 દરમિયાન વિવિધ વાઘો જેવા કે તબલા, હાર્મોનિયમ ઓર્ગન ઉપરાંત કથ્થક નૃત્ય, ગાયન સહિતની તાલીમ નજીવા દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી   અંજલીબેન રૂપાણી તથા   અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરોજબેન આચાર્ય તથા વહીવટી અધિકારી   ભાવિનભાઈ ભટ્ટ દ્વારા થાય છે. જેમાં હાર્મોનિયમ અને ગાયન વિભાગમાં ડોલરભાઈ ઉપાધ્યાય, તબલા વિભાગમાં રોહનભાઈ દવે, ઓર્ગન અને ગાયન વિભાગમાં જનકભાઈ વડેરા, તથા કથ્થક વિભાગમાં નીતાબેન મેર સહિતના સંગીત શિક્ષકો દ્વારા પાયાથી લઈને વિશારદ સુધીના વર્ગોની વિધિવત તાલીમ આપવામાં આવે છે.

આ અગાઉ તાલીમ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ ટ્રસ્ટ આયોજિત ટોપ 20 કાર્યક્રમમાં નંબર લઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટીવી તથા ફિલ્મ ક્ષેત્રે પણ સંગીત કલાનો કસબ બતાવી ચૂક્યા છે.

શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા પરિવારોના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા  પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત સપ્તસૂર સંગીત વિદ્યાલય “કિલ્લોલ. 1 મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ રાજકોટ ખાતે આવેલ છે. જેમાં શહેરના તમામ વર્ગોના તમામ પરિવારોને અપાતી સંગીતની તાલીમનો લાભ લેવા ટ્રસ્ટી   અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટનો   પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.