ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના વિદ્યાર્થીઓએ જાહેર થયેલ નીટ પરીક્ષાના પરિણામમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે જેમાં 720 માર્કની પરિક્ષામાંથી રાઠોડ સમય 647, જેઠવા હાર્દિક 635 , વાઘેલા નીરવ 633 , વઘાસિયા ખુશી 550, આંબલીયા હાર્દી 540, સોલંકી પાર્થ 530 ગુણાંક પ્રાપ્ત કરેલ છે. તેમજ ચૌહાણ મનાલી , નિમાવત અક્ષરા, મકવાણા યશ , સિદ્ધપુરા અંશ , સોલંકી વિનીત , ચૌહાણ જૈનિલે પણ નીટ પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરેલ વિદ્યાર્થીઓને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી ટ્રસ્ટી મંડળ અને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટની સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા છે.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના ઘણા બાળકો ડોક્ટર એન્જિનિયર્સ આઈઆઈટી અને અન્ય ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી પોતાના પગભર થયા અને પોતાના કુટુંબના તારણહાર બન્યા છે.પુજીત ટ્રસ્ટ શિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણ કરવા હંમેશા પ્રયત્નશીલ છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી , અમીનેશભાઈ રૂપાણી તથા જયેશભાઈ ભટ્ટ હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, સી કે બારોટ તથા ભારતીબેન બારોટ તેમજ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવે છે.
વિશેષ માહિતી માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનો રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જ