પાસ થનાર ટોપ-20 વિદ્યાર્થીઓના ધો.8 થી 12 સુધીના અભ્યાસની  જવાબદારી ટ્રસ્ટ સંભાળશે

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા બે દાયકાથી વધારે સમયથી ચલાવવામાં આવતા શૈક્ષણિક પ્રોજેક્ટ જ્ઞાન પ્રબોધિની મા પ્રવેશ મેળવવા ગણિત , વિજ્ઞાન અંગ્રેજી અને સમાજવિદ્યા એમ 4 વિષયોની પરીક્ષા લેવામાં આવેલ હતી.

આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં હોશિયાર એવા સરકારી તથા ખાનગી સ્કૂલોના ધોરણ સાતના વિદ્યાર્થીઓ કે જેમણે છ માસિક પરીક્ષા માં 85 % કે તેથી વધુ માર્કસ મેળવેલ હોય તેઓ આ પરીક્ષા આપવા માટે લાયક ગણાય આવા 389 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી .

પરીક્ષા પ્રારંભે   પૂર્વ મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી , મેયર  ડો.પ્રદીપડવ , કલેકટર  અરુણ મહેશ બાબુ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ , શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઇ મીરાણી , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન  અતુલભાઈ પંડિત , નરેન્દ્રસિંહ ઠાકુર , મીનાક્ષી બીનાબેન આચાર્ય , રશ્મિકાંતભાઈ મોદી , કિશોરભાઈ રાઠોડ , ડો.જેમન ઉપાધ્યાય , ડો.અનિમેષ ધ્રુવ તથા શ્રીમતી ડો.ગૌરવી ધ્રુવ , ઉલ્કાબેન બક્ષી, તથા  ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતા .

આ પરીક્ષામાં બેસ્ટ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી આશરે ટોપ 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે .

પ્રવેશ પરીક્ષા ને સફળ બનાવવામાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ કમિટી મેમ્બર  જયેશભાઈ ભટ્ટ શ્રીમતિ ગીતાબેન તન્ના , હસુભાઈ ગણાત્રા ,  હરેશભાઈ ચાંચિયા , કિશોરભાઈ ગમારા , દિલીપભાઈ મીરાણી , કનુભાઈ હિંડોચા , મહેશભાઇ પરમાર , કેતનભાઈ મેસવાણી , જયસુખભાઈ ડાભી, રાજુભાઇ શેઠ , રમેશભાઈ જોટાંગિયા , પરેશભાઈ હુંબલ , કોમલબેન હુંબલ , વિશાળગીરી ગોસ્વામી , વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ ,

જયદીપભાઇ ગોહેલ ,  નિરાલીબેન રાઠોડ,  શીતલબા ઝાલા ઘાનીબેન મકવાણા , પ્રીતિબેન મહેતા , પ્રેમભાઈ જોશી , વલ્લભભાઈ વરચંદ , અંજનાબેન રત્નોતર , મંજુલાબેન ભાલાળા , વર્ષાબેન મકવાણા , દેવજીભાઈ પરમાર , દિપકભાઈ જોષી , હરદિપસિંહ ઝાલા , ઓળકીયા છાયાબેન , અસ્મિતાબેન નારિયાણી સરધારા પૂજાબેન લાઠીયા ધ્રુવીબેન પૂર્વ વિદ્યાર્થીઓ  સંગીતાબેન રાઠોડ , નેહાબેન રાઠોડ , દિનેશભાઈ ખમ્વાર સોન્દરવા નીલમબેન તથા અન્ય વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઊઠાવી હતી . આ પરીક્ષાનું પરિણામ આગામી તારીખ 16 મે  સોમવારે ના રોજ 11:00 થી ટ્રસ્ટના મુખ્ય ભવન ” કિલ્લોલ ” , મયુરનગર -1 , મહાપાલિકાના પૂર્વ ઝોન કચેરી સામે , ભાવનગર રોડ , રાજકોટ ખાતે જોઈ શકાશે .

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ નો ફોન નંબર 0281 270445 અથવા 2701048 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.