જિલ્લા પંચાયત ચોક ખાતે બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ
પ્રદર્શનમાં જરૂરીયાતમંદ બાળકોએ તૈયાર કરેલી દીવડા, બાઉલ, મોબાઈલ સ્ટેન્ડ, વોલ ક્લોક સહિત ઘર સુશોભનની ચીજ વસ્તુઓનું વેચાણ
રાજકોટનું પૂજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ છેલ્લા ૨૩ વર્ષથી કચરો વિણતા તેમજ જરૂરીયાતમંદ બાળકોને દતક લે છે તેઓને અભ્યાસ સાથે વોકેશનલ ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. આ ટ્રેનીંગ અંતર્ગત તેમણે બનાવેલ કૃતિઓનું પ્રદર્શન દ્વારા વેંચાણ તા.૨૭ અને ૨૮ના રોજ જિલ્લા પંચાયત ચોક ખાતે કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન જોવા માટે મેયર બિનાબેન આચાર્ય, નિતિનભાઈ ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા કલેકટર રાહુલ ગુપ્તા વગેરે તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોએ બનાવેલ દિવડા અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરી હતી.અબતક સાથેની વાતચીત દરમિયાન અંજલીબેન રૂપાણીએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુજીત રૂપાણી ટ્રસ્ટના કચરા વિણતા અને સ્ટ્રીટ ચીલ્ડ્રન એવા બાળકો કે જેઓ ૨૫૦ થી ૩૦૦ની સંખ્યામાં ટ્રસ્ટમાં આવતા હોય છે. એ બાળકો દ્વારા કોડીયા, દિવળા અને ગૃહસુશોભનની વસ્તુઓ કે જે આપણે દિવાળીમાં રાખતા હોય તેવી અનેક આઈટમો આજે અહીયા બાળકોએ બનાવીને ડિસ્પ્લેમાં મૂકી છે.
ખાસ તો આ વર્ષ છાપાની પસ્તીમાંથી બાળકોએ દિવડા, બાઉલ, મોબાઈલ સ્ટેન્ડ વોલકલોક વગેરે બનાવ્યા છે. બાળકોએ પોતાની જાતે જ બનાવી છે. અને આ વેચાણમાંથી જે રકમ મળશે તે બાળકોનાં જ કલ્યાણ માટે વાપરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને ધનતેરસના ફટાકડા, મીઠાઈ વિતરણ પણ કરવામાં આવશે.
રાજકોટના દિગ્ગજ નેતાઓ નીતીનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ, મેયર બિનાબેન આચાર્ય, ભાનુબેન તથા સાથે સાથે અધિકારીઓ પણ તેમના પરિવાર સાથે પધાર્યા છે. અને તેઓને આ પ્રદર્શન ખૂબ ગમ્યું છે. અને અહીથી ઘણી બધી ખરીદી કરી છે.અબતક સાથેની વાતચીત દરમિયાન નીલમે જણાવ્યું કે તે પૂજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટમાં ભણે છે. અમે બધુ પેપરકવીલીંગનૂં બનાવ્યું છે. અહીયા ઘણા બધા ગેસ્ટ વસ્તુઓ લેવા આવ્યા છે. તેથી ખુશ છીએ અને બહારના ભાવ કરતા અમે ઓછા ભાવે આપીએ છીએ અને ઘણી વસ્તુઓ અમે પેપરમાંથી બનાવી છે.
અમે જે વસ્તુઓનું વેચાણ કરીશું અને જે પૈસા આવશે તે અમારા માટે વાપરવામાં આવશે અમે પેપર કવીલીંગમાંથી કંકોત્રી, પેન સ્ટેન્ડ ફોટો ફ્રેમ સાથે બીજી ઘણી બધી શુશોભનની વસ્તુઓ બનાવી છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના ધર્મપત્ની માલિની અગ્રવાલએ જણાવ્યું કે અહી પ્રદર્શનમાં આવીને ખૂબજ આનંદ થયો નાના બાળકોએ બનાવેલ દિવડા ખૂબ સુંદર ડિઝાઈનના છે. અને સંસ્થા દ્વારા આ જે સુંદર પગલુ ભરવામાં આવ્યું છે. જેનાથી બાળકોને નવી નવી વસ્તુઓ શિખવાનું હુનર કેળવાશે મને સૌથી વધુ દિવડા પસંદ આવ્યા કારણ કે દિવાળી તહેવાર નજીક આવે છે તેથી મે ઘણા બધા અવનવી ડિઝાઈનના દિવડાની ખરીદી કરી છે. અને દિવાળીમાં હું આ દિવડાને ગીફટ પણ કરી શકીશ.
અબતક સાથેની વાતચીત દરમિયાન પુજીત પાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત એકઝીબીશન કમ સેલમાં ભાગ લેતા બાળકોએ પોતાનો ઉત્સાહ દર્શાવતા કહ્યું હતુ કે અમે આ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી જોડાયેલા છીએ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ અમને અભ્યાસમાં તો સહકાર આપે જ છે સાથે સાથે અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિઓ જેવી કે આર્ટ એન્ડ ક્રાફટ, પેઈન્ટીંગ વગેરે જેવી કલા પણ શીખવે છે. આ સાથે જ અમે વધુ ઉત્સાહીત એ બાબતે છીએ કે અમારી જ બનાવેલી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. અને લોકોને પણે એ ખૂબજ પસંદ આવી રહી છે.પુજીત રૂપાણી ટ્રસ્ટમાં બાળકોને વિવિધ વિષયે જ્ઞાન આપતા પ્રિતિબહેનએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતુ કે આ ટ્રસ્ટમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ ધ્યાન આપવામાં આવે છે બાળકોને તેમના અભ્યાસ કોઈ પણ મુશ્કેલી હોય તેમને અહી વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે.
તે સાથે જ બાળકોમાં રહેલી આવડત વધુ ખીલે તે હેતુથી બાળકોને વિવિધ ઈતર પ્રવૃત્તિ પણ શિખળાવવામાં આવે છે. અને તેમની બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન યોજી તેનું વેચાણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તે વેચાણ દ્વારા જે આવક થાય છે. તેનો ઉપયોગ ટ્રસ્ટમાં આવતા બાળકોના હિતમાં જ કરવામાં આવે છે.