- મન મોર બની થનગાટ કરે…..
- કલાકારોના સંગાથે આનંદ ઉત્સવ સાથે રાસ ગરબાની રમઝટ કરતા ખેલૈયાઓ: વંદે માતરમ્ની પ્રસ્તુતિ વખતે રાસ વિરો પર ફૂલ વર્ષા થઈ
ઉદાસી આશ્રમના મહંત પૂજય ભાવેશ બાપુ , મહર્ષિ બાપુ સહ પરિવાર , અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના બનેવી નૈનેશભાઈ સંઘવી તથા ભાઈ યોગેશભાઈ મહેતા ,રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ,સી જી એસ ટી કમિશનર શિવા કુમાર વી.સહ પરિવાર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એન. કે. રામાનુજ સહ પરિવાર , પ્ર. નગર પોલીસ સ્ટેશન પી આઈ પી. આર. ડોબરિયા, પ્ર. નગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ આઈ આઈ.એમ. બેલીમ , જૈન અગ્રણી મિલનભાઈ મીઠ્ઠાણી, જિયા હોલીડે ના ઓનર વિશાલ લાઠીયા સહ પરિવાર , ભગતભાઈ સહિતના મોંઘેરા મહેમાનોની ઉપસ્થિતી થી અબતક સુરભીનું આંગણું ઝગમગી ઉઠ્યું
- લે.. લે .. લે.. મજા લે..સહિતના મ્યુઝિક પર રહીશ હાજી એ અદભુત રીતે ડ્રમ વગાડી ખેલૈયા ઓને મંત્ર મુગ્ધ ક્યા હતા
- મોતી વેરાણા ચોકમાં આવ્યા માં અંબેમાં,
- અબતક સુરભીના આંગણે ઝગમગ થાય રે આવ્યા અંબે માં…
રંગીલા મોજીલા રાજકોટ શહેરમાં નવલા નોરતાની રોનક જામી ચૂકી છે. માતાજીના છઠ્ઠા નોરતે અબતક સુરભી રાસોત્સવમાં કલાકારોને સંગ ખેલૈયાઓ એ ગરબાની રમઝટ બોલાવી હતી. સિકસ સ્ટેપ, ટીટોડો , સહિતના સ્ટેપ પર ખેલૈયાઓ જમાવટ કરી હતી. સાથે સાથે છેલ્લે વંદે માતરમ્ વખતે રાસવિરો પર ફૂલ વર્ષા કરવામાં આવી હતી.
અબતક સુરભી રાસોત્સવ ના આંગણે ઉદાસી આશ્રમના મહંત પૂજય ભાવેશ બાપુ , મહર્ષિ બાપુ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અને પૂજય ભાવેશ બાપુ એ અબતક સુરભી રાસોત્સવ પર આશીર્વાદ વરસાવ્યા હતા.સાથે અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના બનેવી નૈનેશભાઈ સંઘવી તથા ભાઈ યોગેશભાઈ મહેતા ,રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. અને ગરબે ઘૂમ્યા હતા.સી જી એસ ટી કમિશનર શિવા કુમાર વી.પરિવાર સાથે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એન. કે. રામાનુજ સહ પરિવાર , પ્ર. નગર પોલીસ સ્ટેશન પી આઈ પી. આર. ડોબરિયા, પ્ર. નગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ આઈ આઈ.એમ. બેલીમ , જૈન અગ્રણી મિલનભાઈ મીઠ્ઠાણી, જિયા હોલીડે ના ઓનર વિશાલ લાઠીયા સહ પરિવાર , ભગતભાઈ સહિત ના મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
રંગીલા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર-1 અને જાણીતા એવા અબતક-સુરભી રાસોત્સવ માં નવરાત્રિના છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.ર્માં જગદંબાની આરતી સાથે છઠ્ઠા નોરતાનો પ્રારંભ થયો હતો. આરત બાદ અર્વાચિન રાસોત્સવ શરૂ થતાની સાથે જ ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.અબતક સુરભી રાસોત્સવનો જાણે નવો જ સુર્યોદય થયો હોય તેવો અભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળ્યો હતો. શરૂઆત થતાંની ગણતરીની મીનીટોમાં અબતક સુરભી નું ગ્રાઉન્ડ રાસ રસિકોથી છલકાય ગયું હતુ દાંડિયા કિંગ સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ પોતાના સુમુધર કંઠથી ગીતોની જમાવટ કરી હતી.
જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં ધમાકેદાર આયોજનથી ખેલૈયાઓ આનંદિત છે.સતત ચાર કલાક સુધી અવિરત રાસ ગરબા રમી પોતાની કલાના કામણ પાથરનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવી જજ માટે થોડી કઠીન બની હતી. છઠ્ઠા નોરતે માનવંતા મોંઘેરા મહાનુભાવો અબતક સુરભી રાસોત્સવ ના મહેમાન બન્યા હતા.અને જાણે સમગ્ર પરિસર ઝગમગી ઉઠ્યું હતું.