શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન: ૨૦૦થી વધુ પ્રોજેકટ નિહાળવા બીજા દિવસે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટયા
સતત બીજા દિવસે હજારો રાજકોટવાસીઓએ પુજારા યુથ ફીએસ્ટા ૨૦૧૮ રાજકોટ ૨૦૫૦ પ્રદર્શનની બહોળી સંખ્યામાં લાભ લીધો. જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સની વિવિધ સંસ્થાઓનાં ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ પ્રોજેકટસ ને રેસકોર્ષ ખાતે ૧૫ લાખ સેકવેર ફૂટ એરીયામાં ૮ વિશાળ ડોમમાં બાળકો દ્વારા પ્રદર્શીત અને નિદર્શીત કરવામાં આવી રહી છે. પ્રદર્શનના બીજા દિવસે સાંજે ૫ કલાકે મુખ્ય ઉદઘાટન રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય મહાનુભાવો દ્વારા ઉદઘાટન કરાયું.
પ્રથમ દિવસે અને બીજા દિવસે હજારો શહેરીજનો એ તેમના બાળકો સાથે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસના એકસપર્ટ સેશન, જેમાં આઈએસઆરઓના વૈજ્ઞાનિકોએ નેવીક ઈન્ડીયન રીજીયોનલ નેવીગેશન સીસ્ટમ વિષય પર લાઈવ ડેમો અને સેમીનાર લીધો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તા.૨૨ના બીજા દિવસે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ પુજારા ટલેકોમના એમ.ડી. યોગેશભાઈ પુજારાનું એકસપર્ટસેશન કેવી રીતે સફળ એન્ટ્રોપ્રન્યિર બની શકાય વિષય પર યોજાયું હતુ જેમાં પણ બહોળી સંખ્યામાં યુવાનો અને વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓએ ઉપસ્થિત રહી યોગેશભાઈના અનુભવીને સાંભળીને મોટીવેટ થયા હતા.
ઉદઘાટન સમારંભમાંમુખ્ય ઉદઘાટક તરીકે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અધ્યક્ષ સ્થાને રાજકોટના મેયર જયમનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા જયારે મુખ્ય મહેમાનોમાં મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ડે.મેયર દર્શિતાબેન શાહ, પુષ્કરભાઈ પટેલ, ડો. કમલભાઈ ડોડીયા, ડો.જતીનભાઈ સોની, મૌલેશભાઈ ઉકાણક્ષ, ડો. મેહુલભાઈ રૂપાણી, ડો. વિજયભાઈ શાહ, કમિશ્નર બી.એન.પાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનીશ‚આતમાં તમામ મહેમાનોને પુસ્તીકાઓ આપી સ્વાગત કરાયા હતા.
જીનીયસ સ્કુલના મેનેજીંગ ડિરેકટર ડી.વી. મહેતાએ જણાવ્યું હતુ કે હું ખૂબજ એકસાઈટેડ છું ખૂબજ આનંદ છે રાજકોટની જનતા આ એકઝીબીશન જોવા આવે છે. ખૂબજ વધારે પ્રમાણમાં ભીડ છે. અહી ૪૦૦૦ વિદ્યાર્થીએ ૨૦૦થી વધુ પ્રોજેકટ કરાયા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી આજે આનુ ઉદઘાટન કરેલ છે. સાથે જ રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય સાથે જ ઘણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. હું બધાનો આભારય માનું છું.
શેશવી ગુપ્તાએ જણાવ્યું કે જયારે લેડીસ પીરીયેડસમાં હોય છે. ત્યારે આ સેનેટરી નેપ્કીન વેન્ડીંગ મશીન કોઈ પણ સ્કુલ કોલેજ કે પછી કોઈપણ પ્બલીંગ ફેકટર હોસ્પિટલ કે કપાઈ પણ તમે લગાડી શકો તો ખૂબજ ઉપયોગી છે. સાથે જ હાયજેનીક પણ છે. માત્ર ૫ રૂપીયા નો સીકકો નાખો અને નેપકીન આવી જાય તેવી જ રીતે એક મશીન ઓટોમેટીક પણ છે. જે ઈલેકટ્રીશીટી પર ચાલે અને એક મેન્યુઅલ છે.
નીરવ લીલાએ કહ્યું હતુ કે અમારે પ્રોજેકટ આજી રીવરા ફ્રંટ છે. સાબરમતી રીવર ફ્રંટ પરથી અમે આઈડીયા લીધેલ છે. આ પ્રોજેકટનું મેઈન પરપસ એ છે કે રાજકોટનુયં બ્યુટીફીકેશન થાય જયારે ડેવલોપ મેન્ટની વાત આવે ત્યારે રાજકોટનો નંબર આવવો જોઈએ તે અમા‚ મેઈન પરપસ છે. લોકોને ફરવા લાયક સ્થળ મળી જાય એવી બની જશે ૧ કરોડ રૂપીયામાં તેવું અમા‚ અનુમાન છે. નજીકનાં ૧૦-૧૫ વર્ષમાં આ પ્રોજેકટ બની જાય તેવું અનુમાન છે અમોને પ્રોજેકટ તૈયાર કરવામાં એક વર્ષ લાગેલ છે.
વિછી નિષીતે કહ્યું હતુ કે અમારો પ્રોજેકટ સાયન્સસીટીનો છે. રાજકોટમાં ઈશ્ર્વરીયા પાર્કમાં બનવાનું છે જેથી રાજકોટને ફાયદો થાશે. ટુરીસ્ટો આવશે સાતે જ વિદ્યાથીઓ ને સાયન્સનું નોલેજ વધે આમાં અમે અલગ અલગ ગેલેરીઓ મૂકી છે.
ભારતના જે સાયન્સસીટી છે જેને લોકો ભૂલી જાજતા હોય છે તો અત્રે અંદર તેના ફોટા રાખ્યા છે. પછી ૩ડી વ્યુ મૂકયા છે.
જીંગાલી ભાલારાએ જણાવ્યું હતુ કે અમારો પ્રોજેકટ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ જે હીરાસર પાસે જગ્યા લીધેલી છે. તેના માટે અમોએ ડિઝાઈન આપી છે. સાથે જ અમે રાજકોટનો આર બનાવ્યો છે. જે અત્યાર સુધી કોઈએ નથી કર્યું અમને આ પ્રોજેકટ બનાવતા ૧૫ દિવસ લાગ્યા છે. સાથે જ અમે એન્ટટેરમેન્ટ ડોમ આપેલો છે. ત્યાં લોકો સમય વિતાવી શકે.
વિદ્યાર્થી આર્યને કહ્યું હતુ કે મારો પ્રોજેકટ છે. ઈકોફેન્ડલી ઈન્ફ્રા સ્ટ્રકચર જેમા અમો એ બિલ્ડીંગ અગાસી પર ગાર્ડન બનાવ્યું છે. સાથે જ સોલાર પેનલ લગાડયા છે. જેનાથી ઈલેકટ્રી સીટી જનરેટ કરી શકે એક અઠવાડીયું થયું હતુ.
હંસીલ ધારીયાએ કહ્યું હતુ કે મારો પ્રોજેકટ હાયર લુપ છે. જે ફાસ્ટેસ ટ્રાન્સપોર્ટ છે તેની સ્પીડ ૧૦૦૦ કિલો. પર કલાક છે આપણે દિલ્હીથક્ષ મુંબઈ ૫૫ મીનીટ પહોચી શકાય ઘણા બધા સિટીઓએ આ પ્રોજેકટનું ભવિષ્યમાં કરવાનું વિચારે છે.
પારેખ દેવાંશે જણાવ્યું હતુ કે, મારો પ્રોજેકટ સ્માર્ટ કલર પાર્કિંગનો છે. આ પ્રોજેકટમાં માણસને કાર પાર્ક નથી કરવાની જરૂર તે તેની કાર સેન્સર પાસે રાખી દે ત્યાર પછી સેન્સર તેની કારને સેન્સ કરી ઓટોમેટીક દરવાજો ખોલીને પછી કાર ઓટોમેટીક પાર્ક થય જાય છે. જયારે પાકિંગ હલ થઈ જાશે ત્યારે દરવાજો નહી ખૂલે તેવું લખેલું દેખાશે. આ પ્રોજેકટ બનાવામાં માટે ૧૦-૧૫ દિવસ લાગ્યા હતા
છાત્ર આયુશે કહ્યું હતુ કે, અમારે ૩-૪ દિવસ લાગ્યા છે. આ પ્રોજેકટ બનાવવા માટે અમે વરકા ટાવર બનાવ્યું છે ૧૨ મિટર ઉંચાઈ છે. જેને આફ્રિકન લોકોએ બનાવ્યું છે તેનું ઓરીજનલ અને તે નેચરલ પ્રોડકથી અમે બનાવ્યું છે. આમા ઈલેકટ્રીક સીટીની જરૂર નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com