સેનેટાઈઝ ટનલ, થર્મલ ગનની સુવિધા: સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ગ્રાહકોને અપાતી સેવા

કોરોનાના કહેરને નાથવા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન-૪માં સરકાર દ્વારા ઘણીખરી છુટછાટ મળતા ધંધા-ઉધોગો બજારો ખુલવા પામી છે ત્યારે રાજકોટમાં સરદારનગર મેઈન રોડ પર આવેલ પૂજારા ટેલિકોમ શw કરવામાં આવેલ છે. સરકારની ગાઈડલાઈન નીતિ-નિયમોને ધ્યાને રાખી ગ્રાહકોને જોઈતી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શો-રૂમમાં અંદર જતા પહેલા સેનેટાઈઝર ટર્નલમાંથી પસાર થઈ ટેમ્પરેચર માપવામાં આવે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વારા ફરતી મોકલવામાં આવે છે. બહોળી સંખ્યામાં લોકો નવા મોબાઈલની ખરીદી એસેસરીઝ લેવા આવી રહ્યા છે તથા સ્ટાફ દ્વારા પણ માસ્ક, ગ્લોબઝ પહેરી સાવચેતી રાખવામાં આવી રહી છે.

vlcsnap 2020 05 20 11h11m23s858

અબતક સાથેની વાતચીત દરમિયાન પુજારા ટેલિકોમનાં માર્કેટીંગ હેડ હિતેષભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ અમોએ ગઈકાલે સવારે ૮ વાગ્યે અમારો શો-રૂમ શરૂ કરેલો છે જેમાં સૌપ્રથમ સેનીટાઈઝર ટનલ રાખેલ છે જેમાંથી થઈ ગ્રાહકો અંદર આવે ટેમ્પરેચર ગનથી તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે ત્યારબાદ અમારા એસ્યુકેટીવ તેમની જરૂરીયાત પુછે અને બહાર વેઈટીંગ એરીયામાં સોશિયલ ડિસ્ટન્સીંગ મેઈન્ટેન સાથે તેમની જરૂરીયાત પૂછયા બાદ તેમને જે-તે જગ્યાએ વારા ફરતી મોકલવામાં આવે. અમારે ત્યાં સૌથી વધુ રીપેરીંગનાં કેસો આવી રહ્યા છે. સાથો સાથ નવા મોબાઈલની ખરીદી થઈ રહી છે. ખાસ કરીને છેલ્લા બે મહિનામાં નવા ઘણા બધા મોબાઈલ ઓનલાઈન લોન્ચ કરેલા તે આપણી પાસે ઉપલબ્ધ છે. જેમાં યુવાનોમાં રીયલમી, એમઆઈ લોકપ્રિય છે તેની ખરીદી થઈ રહી છે.

અમારા બધા સ્ટાફને સ્ટ્રીક ગાઈડલાઈન આપવામાં આવી છે. ઘરેથી નીકળે ત્યારે અને શો-રૂમે આવ્યા બાદ દર અડધી કલાકે સેનીટાઈઝ કરવા અને ગ્રાહકોને પણ જાણ કરવી. સ્ટાફને માસ્ક, હેન્ડગ્લોબઝ પહેરવા અને ત્યારબાદ ઘરે ગયા બાદ કોઈપણને અડયા પહેલા સ્નાન કરવું જેથી બીજા કોઈને તકલીફ ન પડે. સાથો સાથ એવી પણ ગાઈડલાઈન આપવામાં આવી કે ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને પોતે પણ શું સાવચેતી રાખવી. અમારા શો-રૂમમાં લગભગ તમામ એસેસરીઝ, ગ્રાહકોની જરૂરત મુજબની વસ્તુઓ ઉપલબ્ધ છે. તાજેતરમાં લોન્ચ થયેલા મોબાઈલની ડિમાન્ડ પણ આવી રહી છે તે બહુ જલ્દી સપ્લાય ચેઈનમાં અમારી પાસેથી મળી રહેશે અને હાલ આવનાર તમામને ગાઈડલાઈન મુજબ જ નિયમોનું પાલન કરાવવામાં આવે છે તેમની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા ઓડ ઈવન રીતે દુકાન ખોલવાની પરવાનગી અપાઈ છે તે મુજબ આજે સવારે અમે શો-રૂમમાં આવ્યા તે પહેલા જ સ્ટીકર લગાવવામાં આવ્યા છે અને તે નિયમોનું અમે પાલન કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.