ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલીનું જેટલું મહત્વ છે તેટલું જ ચેતેશ્વર પુજારાનું છે : સૌરવ ગાંગુલી
ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી સૌથી વધુ મહત્વ ધરાવે છે અને વેલ્યુએબલ ક્રિકેટર પણ છે પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ચેતેશ્વર પુજારા વિરાટ કોહલીથી કમ નથી, ચેતેશ્વર પણ કોહલી જેમ જ વિરાટ સિધ્ધિઓ ધરાવે છે. પરંતુ આ બાબતને ધ્યાને લેવાતી નથી.
સૌરવ ગાંગુલીે ચેતેશ્વર પૂજારા વિશે વધુમાં જણાવતા કહ્યું હતું કે, તે ક્રિકેટની એ સ્કૂલમાંથી આવે છે જ્યાં તે ખરાખરીના મેચો જીત્યા છે પરંતુ તેમનો કોઇ ધ્યાને લેતુ નથી. કોલકાતામાં તેની મેમરીની બુક “અ સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ (માત્ર સેન્ચ્યુરી પૂરતી નથી) ને લોન્ચ કરતા સમયે સૌર ગાંગુલીએ આ વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે , સર્વશ્રેષ્ઠ ટીમનો બેસ્ટ નંબર ત્રણ હોય છે. અને જ્યારે ભારતીય ટીમ બેસ્ટમાં બેસ્ટ રમે છે. ત્યારે બેસ્ટ નંબર ત્રણ પર પૂજારા આવે છે.
હાલ, ભારતીય ટીમમાં જેમ વિરાટ કોહલી મહત્વ ધરાવે છે તેવી રીતે ચેતેશ્વર પુજારા પણ અનન્ય સ્થાન ધરાવે છે. ચેતેશ્વર પુજારાએ જણાવ્યું કે, તેઓ હજુ કોઇ સ્કૂલમાં જ રમવા માંગે છે તેઓ હંમેશા પરિસ્થિતીને જોઇ અને સમજ્યા બાદ જ રન સ્કોર કરવાનું શરુ કરે છે. તેણે કહ્યું કે, એકવાર પરિસ્થિતિ ખબર પડ્યા પછી રન સ્કોર કરવાનું સરળ બની જાય છે અને હું શોટ મારવા વિશે ક્યારેય ગંભીર બનતો નથી. તે તો રમતી વેળાએ કુદરતી રીતે જ લાગે છે. આ તકે હરભજન પણ હાજર રહ્યો હતો. તેણે સૌરવ ગાંગુલી માટે કહ્યું કે, અગર દાદા (ગાંગુલી) મારા કેપ્ટન ન હોત તો હું અહિંયા ન હોત અને બોલર બનવા માટે એક જીગરવાળા કેપ્ટનની જરુર પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,