પૌરાણીક માન્યતા મુજબ નાની બાળાઓ મોળાવ્રત એટલે કે ગૌરી વ્રતમાં અગીયારસથી પુનમ સુધી એમ પાંચ દિવસ સુધી ઉપાસના કરે છે અને મીઠા વગરનું ખાય છે અને માટીના કોડીયામાં જવારા વાવીને ખેતલીયાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને પાંચમા દિવસે ગોરમાનું પુજન કરવામાં આવે છે.
આ પ્રસંગે ધોરાજીની ગોકુલ ધામ ગૌશાળા ખાતે નાની નાની બાળઓને ગૌરીવ્રત માટે પાણીના હોજ ભરી આપવામાં આવેલ છે. અને પાંચ દિવસ સુધી દરેક બાળાઓને પ્રસાદ રુપે લાણીઓ નું ગૌકુળધામ ગૌશાળા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. આ તકે વિશાળ સંખ્યામાં બાળાઓ તથા વાલીઓ હાજર રહી પૂજા અર્ચના કરેલ અને ગોકુલધામ ગૌશાળાની સેવાઓને બીરદાવી હતી.