ઓપન રાજકોટ હેલ્ધી બેબી, ડાન્સ તથા ફ્રેન્સી ડ્રેસ કોમ્પિટીશન યોજાઇ: ૪૫૦ ભૂલકાઓએ લીધો ભાગ
પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડસ દ્વારા બાળકોમાં રહેલા કૌશલ્યને ખિલવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઓપન રાજકોટ હેલ્ધી બેબી ડાન્સ, ફ્રેન્સી ડ્રેસ તથા જીમ્નેસ્ટીક જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૪ મહીનાના બાળકથી લઇ ૧૮ વર્ષ સુધીના યુવાનોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં નાના નાના ભૂલકાઓ દ્વારા સામાજીક સંદેશ આપે તેવા થીમના કપડા પહેરીને ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. આ સિવાય બેટી બચાવો બેટી પઢાઓ ના થીમ પર નાની છોકરીઓ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં રાજકોટના ડે. મેયર ડો. દર્શીતા શાહ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, તથા બાન લેબસના પ્રણેતા મૌલેશભાઇ ઉકાણીએ પણ ઉ૫સ્થિતિ આપી હતી.
આ કોમ્પીટીશનનું સંચાલન સંભાળનાર પુષ્પાબેન રાઠોડએ જણાવ્યું હતું કે, આજે પુજા હોબી સેન્ટરના રપ વર્ષ પૂર્ણ થયા છે જેના અનુસંધાને વિવિધ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગા, સ્કેટીંગ, જીમ્નાસ્ટીક, ફેન્સી ડ્રેસ, હેલ્લી બેબી તથા ડાન્સ કોમ્પીટીશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં આશરે ૪૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો છે.
તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આજે પુજા હોબી સેન્ટરની રપમી વર્ષ ગાંઠે રાજકોટના રપ સેવાકીય મહાનુભાવોનું સન્માન પણ કહ્યું છે.