અબતક આંગણે આવેલા પુષ્પાબેન રાઠોડે જણાવ્યું હતુ કોમ્પીટીશનમાં સ્પીડ સ્કેટીંગ 100,200,500,1000 તથા 5000 મીટરની કોમ્પીટીશન થશે
પુજા હોબી સેન્ટરના 15 બાળકો સપ્ટેમ્બર 23 થી 26 દરમ્યાન મોહાલી (પંજાબ) માં યોજાનારી ઓલ ઇન્ડીયા રોલર બાસ્કેટબોલ એસોસિએશન ઓફ પંજાબના ઓર્ગેનાઇઝથી થવાની છે. એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટબોલ ઈન્ડીયાના એટ્રીબેશનથી એશિયન કોન્ફીડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ તથા ફેડરેશન ઇન્ટરનેશલ રોલર બાસ્કેટ બોલમાં ઓર્ગેનાઈશનથી આ ભવ્ય કોમ્પીટીશન યોજાવાની છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા પુષ્પાબેન રાઠોડે જણાવ્યું હતુ કે ઈન્ટરનેશનલ સ્પેટિસે નેટવર્ક ઓર્ગેનાઇટ્રોન સ્વીત્ઝરલેન્ડ તથા સ્કૂલ સુપરવીઝનથી આ કોમ્પીટીશનમાં દેશના 22 થી વધારે રાજયોના બાળકો ભાગ લેવાના છે . જેમાં પાર્ટીસીપેટ સભ્યો આસામ ગુજરાત રાજસ્થાન – દિલ્હી પંજાબ હરીયાણા – ઉત્તરપ્રદેશ – મધ્યપ્રદેશ- આંધ્રપ્રદેશ- કર્ણાટકા બિહાર તામિલનાડુ ઉત્તરાખંડ કેરાલા ગૌવ – મહારાષ્ટ્ર તથા જમ્મુ કાશ્મીરના 900 થી વધારે બાળકો આ કોમ્પીટીશનમાં ભાગ લઈ રહ્યા છે. આ કોમ્પીટીશનમાં સ્પીડ સ્કેટીંગ (જેમાં ટેનાસીટી કવાર્ડ ઈનલાઈન) 100-200-500 -1000 તથા 5000 મીટર ની કામ્પીટીશન યોજાવાની છે.
સ્કેટીંગ ડાન્સ તથા આર્ટીસ્ટીક કોમ્પીટીશનમાં એઈજગૃપ પ્રમાણે બાળકોને અલગ અલગ ઈવન્ટ રમાડવામાં આવશે. આ ઉપરાંત રોલર બાસ્કેટબોલ જેમાં બાળકો સ્કેટ પહેરીને બાસ્કેટબોલ રમે છે . તદ્દન નવી આ રમતને સ્કૂલ ગેઈમમાં પણ સ્થાન મળી ગયું છે . ખૂબ જ રોમાંચક આ રમતમાં બાસ્કેટબોલના નિયમોનું પાલન કરીને રોલર બાસ્કેટ આલ ગેઈમ રમાડાય છે. તમામ ઇવન્ટમાં પુજા હોબી સેન્ટરના આ તમામ બાળકો પસંદ થયા છે . 4 થી 22 વર્ષના રાજકોટમાં બાળકો નેશનલ લેવલે પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાના છે. તે માટેની ખૂબ જ મહેનતવાળી પ્રેકટીસ પણ બાળકો ઘણા સમયથી કરી રહ્યા છે. મોટા ભાગના બાળકો 12 થી 15 વર્ષથી સ્કેટીંગ કરી રહ્યા છે . નાના બાળકો 2 થી 5 વર્ષ થી પુજા હોબી સેન્ટરમાં ટ્રેઈનીંગ લઈ રહ્યા છે.
રાજકોટ થી વિવિધ સ્કૂલ એસ.એન.કે. , સનસાઈન , પોદાર ઈન્ટરનેશનલ , માસૂમ , નચિકેતા , પોદાર જમ્બો કીડઝ અક્ષરમાર્ગ , આર.કે.સી. , ગ્રીનવુડ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ તમામ ઈવન્ટ રમવા માટે સિલેકટ થયા છે. વિજેતા તમામ બાળકો ટૂંક સમયમા જ ઈન્ટરનેશનલ લેવલે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. પસંદ થયેલા બાળકો સીમરન તંતી ધ્યાનિ કાછડીયા રાહી નાગવેકર તીથા લીંબાસીયા હની પ્રજાપતિ દાતીશ્રી ઠુંમર વીરા કોટક નમન પંડયા નિર્વેદ બાવીસી મીત શાહ ખુશવંત રાડીયા વિવેક સિધ્ધપુરા શોર્યન પઢારિયા પ્રેમ ગાંધી અને ખુશ ઠક્કર. આ તમામ બાળકો પુજા હોબી સેન્ટરના સ્પીડ રીલે સ્કેટીંગ ડાન્સ આર્ટીસ્ટીક તથા રોલર બાસ્કેટ બોલની ટ્રેઈનીંગ દીપુદીદી ડો . પુજા રાઠોડ તથા સંચાલિકા શ્રીમતિ પુષ્પાબેન રાઠોડ પાસેથી લઈ રહ્યા છે. રોલર બાસ્કેટબોલ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ મૌલેશભાઈ , ઉપપ્રમુખ જવાહરભાઈ ચાવડા , સેક્રેટરી પુષ્પાબેન રાઠોડ તથા તમામ કમીટી મેમ્બરો તરફથી બાળકોને શુભેચ્છા પાઠવી તમામ બાળકો મેળવે તેવા આર્શીવાદ પાઠવવામાં આવ્યાં છે. અબતક આંગણે આવેલા પુષ્પાબેન રાઠોડે જણાવ્યું હતુ .