ટ્રાફિકના નિયમો અને હેલ્મેટના કડક કાયદાના ત્રણ દિવસ બાદ હજુ ઘણા પુષો હેલ્મેટ વગર જ બહાર નીકળે છે. આપણી સુરક્ષા માટે જ ફરજીયાત હેલ્મેટ પહેરવાનો નિયમ છે. આ વાત શહેરની યુવતીઓ મહિલાઓએ ગાંઠે વાળી લીધી છે. મહિલાઓ હેલ્મેટ પહેરીને જ ટુ વ્હીલર ચલાવવાનો આગ્રહ રાખી રહી છે. પુષો કરતા સ્ત્રીઓને હેલ્મેટ પહેરવામાં વધુ મુશ્કેલીઓ પડતી હોય છે.લાંબા વાળનો અંબોળો કે પફ વાળ્યો હોય તો વાળ વિખેરાઈ જવાની ભીતિમાં પણ હેલ્મેટ પહેરી રહી છે. આજે જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, રેસકોર્ષ સહિતના મુખ્ય માર્ગો પર દરેક મહિલાઓ હેલ્મેટ પહેરીને જ જોવા મળી હતી અને આકરા દંડથી બચી રહી છે. હેલ્મેટના નિયમથી ચૂંદડી ઓઢવાનું, મોઢુ ઢાંકવાનું, તડકાથી બચવાનું દૂર થયું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!