૧૬૯ કિલો પફનો વાસી મસાલો અને ૫૪ કિલો પફના જથ્થાનો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરની અલગ અલગ વિસ્તારોમાં પફના ૧૪ ઉત્પાદકોને ત્યાં હાઈઝેનીક કંડીશન અને સ્ટોરેજ અંગેની ચકાસણી હા ધરવામાં આવી હતી. જેમાં ૧૬૯ કિલો વાસી પફના મસાલાના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે ૫૪ કિલો વાસી પફનો નાશ કરી ૧૦ ઉત્પાદકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા જંકશન પ્લોટ મેઈન રોડ પર જલારામ બેકરી, ભાવનગર રોડ પર સીલ્વર બેકરી, કોઠારીયા રોડ પર સીલ્વર બેકરી, પટેલ સોસાયટીમાં મુસ્કાન બેકરી, દેવપરા મેઈન રોડ પર આદમભાઈ બેકરીવાલા, ગુ‚પ્રસાદ ચોક પાસે કુબેર બેકરી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં જય બાલાજી બેકરી, ખોડીયારનગરમાં સીતલ બેકરી, કોઠારીયા રોડ પર મુસ્કાન બેકરી અને સ્વામીનારાયણ ચોકમાં કૃષ્ણનગર મેઈન રોડ પર સ્વામીનારાયણ ચોકમાં હરિકૃષ્ણ બેકરી સહિત કુલ ૧૪ સ્ળે પફ ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૧૬૯ કિલો વાસી પફના મસાલાનો જથ્ો તા ૫૪ કિલો તૈયાર પફનો નાશ કરવામાં આવ્યો હતો.