ઓફીસનો સમય ૧૦:૩૦ કલાક છતાં ૧૧:૩૦ સુધી ૭૦ ટકા કર્મચારી ડોકાતા નથી

પડધરી તાલુકા પંચાયત માં કર્મચારીઓ નો ઓફિસિયલ ટાઈમ ૧૦:૩૦ નો હોવા છતાં ૭૦% કર્મચારીઓ ૧૧:૩૦ હોવા છતાં હજી કર્મચારીઓ હાજર થયા નથી જેના થકી અરજદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ કર્મચારીઓને કોઈ ધ્યાન દોરવા વાળું છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે પ્રેસ મીડિયા દ્વારા અવારનવાર રજૂઆતો કર્યા હોવા છતાં પણ   કર્મચારીઓ બાર બાર વાગ્યા સુધી પોતાની ફરજ પર ન આવતા આખું તંત્ર ડોળાયું છે. પડધરી તાલુકા પંચાયત નું તંત્ર ક્યાં સુધી આવું રહેશે તે એક મોટો સવાલ છે

આ પંચાયતમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કર્મચારી ખુરશી ઉપર બેસાડ્યા છે ત્યારે ખુદ કર્મચારીઓ પોતાના ટાઈમ કરતા લેટ આવી રહ્યા છે ત્યારે પ્રજા ના હાલ બેહાલ થઇ રહ્યા છે ત્યારે પ્રજા ખુદ સ્વીકારી રહી છે કે પ્રજાએ ચૂંટીને પડધરી તાલુકા પંચાયતમાં બેસાડ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિ આ કર્મચારીને કેમ સાવરી રહ્યા છે શું આ અધિકારી અને પ્રતિનિધિ વચ્ચે કાંઈ સાઠગાંઠ છે કે કેમ તેવું પ્રજામાં પ્રશ્નો થઈ રહ્યો છે ત્યારે અમુક અમુક કર્મચારી ના લીધે બધાને ભોગવવું પડે છે ત્યારે આવા કર્મચારીને તેમની આ મીલીભગત બંધ કરવામાં કેમ નથી ઉચ્ચ અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે  શું હા કર્મચારીને  દરરોજ લેટ આવવા છતાં  કોઈ કહેવાવાળું નથી આ પંચાયત ની અંદર આવું ને આવું ચાલતું રહેશે તો એક સમયમાં ખંઢેર બનતા વાર નહિ લાગે. જવાબદાર તંત્ર તાત્કાલિક પગલાં લે  તેવી માંગ પ્રજા કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.